અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં 8 લોકોએ બે યુવકો પર કર્યો હુમલો, એકનું મોત
February 08, 2026
અરવલ્લી -ભિલોડા તાલુકાના હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં ખૂની ખેલ ખેલાયો છે. જૂની અદાવતમાં વરઘોડામાં આવેલા બે યુવકો પર આઠ શખ્સોની ટોળકીએ અચાનક પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો છે. જેમાં 18 વર્ષના હાર્દિક હોથા નામના જુવાનધોધ યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક યોગેશ ડામોર ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટના પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે, હુમલાના થોડા સમય પહેલા જ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. જો કે, આ સમાધાન માત્ર દેખાડા પૂરતું હતું, સમાધાન બાદ પણ આરોપીઓએ મનમાં ખાર રાખીને બંને યુવકોની રેકી કરી હતી. જ્યારે આ યુવકો વરઘોડામાં આવ્યા હતા ત્યારે હરિપુરા અને કાળી ડુંગરીના આઠ શખ્સોએ તેમને આંતરીને જીવલેણ હુમલો કરી દીધો હતો. બંને યુવકો પર પથ્થરમારો કરતાં એકનું મોત થયું હતું જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો.
ઘટનાની જાણ થતા જ ભિલોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આઠ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને પથ્થરમારો કર્યો હતો જેમાં યુવકને જીવ ગુમાવવો પડ્યો છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાશે. હાર્દિકના અકાળે મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાતા ગામમાં ગમગીની છે . હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026