ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના, કોલસાની ખાણ ધસી પડતાં 3 શ્રમિકોના મોત, 5 ફસાયા
July 05, 2025
ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં કોલસાની ખાણ ધસી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે અને હજુ સાત લોકો કાટમાળમાં ફસાયા છે. ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અહેવાલો અનુસાર, આ કોલસાની ખાણ ગેરકાયદે હતી, કારણ કે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (CCL)એ અહીં કોલસાની ખાણનું કામ બંધ કરી દીધું હતું, તેમ છતાં કોલસાની ખાણમાં આઠ લોકો કામ કરી રહ્યા હતા. અહેવાલો અનુસાર, રામગઢના કુજુના મહુઆ ટુંગરી વિસ્તારમાં શુક્રવારે (ચોથી જુલાઈ) રાત્રે ગેરકાયદે કોલસાનું ખનન ચાલી રહ્યું હતું. આ દરમિયાન ભારે વરસાદના કારણે કોલસાની ખાણ અચાનક ધસી પડી હતી. જેના કારણે ખાણમાં કામકરતા આઠ જેટલા શ્રમિકો ફસાયા હતા.જેમાંથી ત્રણનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા રાહત અને બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોની ઓળખ કરમાલી, ઇમ્તિયાઝ અને નિર્મલ મુંડા તરીકે થઈ છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. JCB અને અન્ય મશીનોની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે જેથી અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. અગાઉ ધનબાદમાં પણ જમીન ધસી પડવાનો ઘટના બની હતી. જમીન ધસી પડવાથી પાંચ ઘરોને નુકસાન થયું. આમાંથી એક ઘર સંપૂર્ણપણે ધ્વસ્ત થયું હતું. સદભાગ્યે ઘટના સમયે ઘરમાં કોઈ નહોતું. બધા ઘરની બહાર હતા, તેથી કોઈ જાનહાનિના થઈ ન હતી.
Related Articles
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધા...
May 09, 2026
તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ, વિજયની શપથવિધિ પર અસમંજસ
તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ...
May 09, 2026
Trending NEWS
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026
IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કેએલ રાહુલે...
09 May, 2026