રામબનમાં મોટી દુર્ઘટના, ખીણમાં ખાબક્યું સેનાનું વાહન, ત્રણ જવાન શહીદ

May 04, 2025

રામબન : જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ભારતીય સેનાનું એક વાહન મોટી ખીણમાં ખાબક્યું હતું. જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. આ ઘટના જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH44) પર બેટરી ચશ્મા નજીક બની હતી. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ, SDRF, સ્થાનિક લોકો અને સેનાની ટીમોએ તાત્કાલિક કામગીરી સંભાળી લીધી હતી.
તસવીરમાં 700 ફૂટ ઊંડી ખીણમાં ખાબકેલું સેનાનું વાહન જોઈ શકાય છે. ઘટના સ્થળે સૈનિકોના મૃતદેહ, તેમનો સામાન અને કેટલાક કાગળો વેરવિખેર પડ્યા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે આ વાહન જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતો. આ અકસ્માત સવારે 11.30 વાગ્યે નેશનલ હાઇવે 44 પર બેટરી ચશ્મા નજીક આ દુર્ઘટના બની હતી. 
ઉલ્લેખનીય છે કે, સેનાનો કાફલો ઉધમપુરથી શ્રીનગર જઈ રહ્યો હતો. કાફલાના આ વાહનમાં ત્રણ જવાનો સવારી કરી રહ્યા હતા જે રામબન નજીક ખાડામાં ખાબક્યું હતું. વાહનમાં એક ડ્રાઇવર અને બે જવાન હતો.