સિંગાપોરમાં પીપલ્સ એક્શન પાર્ટીએ સતત 14મી વખત ચૂંટણી જીતી

May 04, 2025

સિંગાપોર : સિંગાપોરની પીપલ્સ એક્શન પાર્ટીએ સતત 14મી વખત સામાન્ય ચૂંટણીમાં જીત નોંધાવી પોતાના છ દાયકાના શાસનને આગળ વધાર્યો છે. ગ્લોબલ ટ્રેડ વૉરથી ઉત્પન્ન આર્થિક ઉથલ-પાથલ વચ્ચે સિંગાપોરની જનતાએ પોતાના નવા વડાપ્રધાનને મજબૂત જનાદેશ આપ્યો છે.  7 ઓગસ્ટ, 1965ના રોજ સિંગાપોર એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું હતું. જ્યારે પીપલ્સ એક્શન પાર્ટી 1959થી શાસન કરી રહી છે.


આ સામાન્ય ચૂંટણીઓમાં, PAP એ 97 સંસદીય બેઠકોમાંથી 87 બેઠકો જીતી હતી અને વિપક્ષ પાછલી ચૂંટણીઓમાં તેની લીડ જાળવી રાખવામાં નિષ્ફળ ગયું હતું. આ PAP ની લોકપ્રિયતા દર્શાવે છે. એશિયાના નાણાકીય કેન્દ્ર તરીકે જાણીતા સિંગાપોરમાં, ચૂંટણી પહેલા PAP ની સત્તા પર મજબૂત પકડથી લોકોમાં નિરાશાના કેટલાક સંકેતો હતા. સિંગાપોરની મોટાભાગની વસ્તીએ તેમના જન્મથી જ કોઈ અન્ય પક્ષને સત્તા પર જોયો નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોરેન્સ વોંગને જીત બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમણે X પર પોસ્ટ કરી હતી કે, સામાન્ય ચૂંટણીમાં પોતાની આકર્ષક જીત બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ભારત-સિંગાપોર વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધો છે. જે આપણા ગાઢ સંબંધો પર આધારિત છે. હું આપણી વ્યાપક રણનીતિની ભાગીદારીને આગળ વધારવા માટે તમારી સાથે મળીને કામ કરવા તત્પર છું.
છેલ્લી તમામ ચૂંટણીઓમાં સળંગ 90 ટકા બેઠકો PAPના ખાતામાં આવે છે. પરંતુ આ વખતે વડાપ્રધાન લોરેન્સ વોંગના ખરાબ પ્રદર્શનના કારણે ચૂંટણીમાં જીતની અપેક્ષા ઘટી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, PAPને હાલ ઔપચારિક રૂપે વિજેતા જાહેર કરવાની બાકી છે. પરંતુ તેને 65.57 ટકા મત મળ્યા છે. જે 2020માં ચૂંટણી દરમિયાન 61.2 ટકા કરતાં વધુ છે.