અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ચાર ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, એક કન્ટેનરમાં ભરેલો હતો દારૂનો જથ્થો
September 30, 2024

રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધતી જતી જાય છે. ત્યારે દાહોદના જાલત નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક-પછી એક ચાર ટ્રકો એકબીજા સાથે અથડાઇ હતી. જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-ઇન્દોર હાઇવે પર દાહોદના જાલત નજીક ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે ત્રીજા ટ્રકના ચાલકે બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતના ટ્રક ચાલકને બહાર કાઢવા માટે ટ્રક ઉભી રાખી હતી, તે દરમિયાન ચોથા ટ્રકે તેને ધડાકાભેર ટક્કર મારી હતી. જેથી આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ અકસ્માતના બનાવમાં એક ટ્રક કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરેલો હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Related Articles
SEBI-RBIની મંજૂરી વગર ક્રિપ્ટો કરન્સી દ્વારા દુબઈ મોકલાતા 335 કરોડના નાણા વ્યવહારનો પર્દાફાશ
SEBI-RBIની મંજૂરી વગર ક્રિપ્ટો કરન્સી દ્...
Jul 06, 2025
બનાસકાંઠા-આણંદમાં કરંટથી 5 મોત, વાવમાં એક જ પરિવારના ત્રણ લોકો ભોગ બન્યા
બનાસકાંઠા-આણંદમાં કરંટથી 5 મોત, વાવમાં એ...
Jul 06, 2025
રાજપીપળામાં પોલીસ-AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, કોર્ટમાં જતા રોકવાનો આક્ષેપ
રાજપીપળામાં પોલીસ-AAP કાર્યકરો વચ્ચે ઘર્...
Jul 06, 2025
ડાંગ જિલ્લામાં વરસાદના પગલે પૂર્ણા, અંબિકા સહિતની નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, તંત્ર એલર્ટ
ડાંગ જિલ્લામાં વરસાદના પગલે પૂર્ણા, અંબિ...
Jul 05, 2025
અમરેલીમાં સરકારી શાળાની ઘોર બેદરકારી! 4 વિદ્યાર્થી શાળામાં પુરાયા, ગેટ પર તાળું મારી જતા રહ્યા શિક્ષકો
અમરેલીમાં સરકારી શાળાની ઘોર બેદરકારી! 4...
Jul 05, 2025
ઓઢવમાં નજીવા કારણે માતાએ છ વર્ષની બાળકીનું ગળું દબાવી હત્યા
ઓઢવમાં નજીવા કારણે માતાએ છ વર્ષની બાળકીન...
Jul 04, 2025
Trending NEWS

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025