Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

અમરેલીમાં સરકારી શાળાની ઘોર બેદરકારી! 4 વિદ્યાર્થી શાળામાં પુરાયા, ગેટ પર તાળું મારી જતા રહ્યા શિક્ષકો

July 05, 2025

નવી શિક્ષણ નીતિ હેઠળ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં શનિવારથી (પાંચમી જુલાઈ) બેગલેસ ડે શરૂઆત કરાઈ છે. દર શનિવારે વિદ્યાર્થીઓએ બેગ વગર શાળામાં આવવાનું રહેશે. આ દરમિયાન અમરેલી જિલ્લાની ખાંભા પે.સેન્ટર કુમાર શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં શિક્ષકો શાળાના ગેટ પર તાળા મારી જતા રહેતા ચાર વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં એક કલાક સુધી ફસાયા હતા. મળતી માહિતી અનુસાર,ખાંભા પે.સેન્ટર કુમાર શાળાના શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. શિક્ષકોએ શાળાના ગેટ પર તાળા મારી જતા રહેતા ચાર વિદ્યાર્થીઓ ફસાયા હતા. આ બાળકો શાળામાંથી શનિવાર હોવાથી 11 વાગે છૂટવા છતાં ઘરે ન આવતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો વિદ્યાર્થીઓ એક કલાકથી વધારે સમયથી ભૂખ્યા-તરસ્યા શાળાના ગ્રાઉન્ડમાં હતા. જો કે, વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાતા શાળાના તાળા ખોલીને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.  ઉલ્લેખનીય છે કે, પાંચમી જુલાઈથી હજારો વિદ્યાર્થીઓ સ્કૂલમાં બેગ વગર જોવા મળ્યા હતા. પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યોનું કહેવું છે કે, 'ધો.1થી 2ના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન દોઢ થી બે કિલો, ધો.3થી 4ના વિદ્યાર્થીઓની બેગનું વજન 3 કિલો અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓની બેગનું વજન 4 કિલો હોય છે. સપ્તાહમાં એક દિવસ તેમને આ ભારમાંથી મુક્તિ મળશે તે મોટી વાત છે.'