સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 115 બેઠક ભાજપને
April 28, 2026
સુરત : ગુજરાતના રાજકારણમાં શહેરી વિસ્તારો હંમેશા ભાજપનો મજબૂત ગઢ રહ્યા છે, અને આ વખતે સુરત મહાનગરપાલિકાના પરિણામોએ સાબિત કરી દીધું છે કે આ ગઢ વધુ અભેદ્ય બન્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી સુરત પર શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટીને સુરતીઓએ આગામી પાંચ વર્ષ માટે ફરી સત્તાની ચાવી સોંપી છે. સ્થાનિક ચૂંટણીમાં મનાઈ રહ્યું હતું કે સુરતમાં આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપી રહી છે પરંતુ પરિણામ આવતા AAPના ગાજ્યાં ઢોલ વાગ્યા નહીં, અને ગત ચૂંટણી કરતાં પણ નબળું પ્રદર્શન સામે આવ્યું છે.
સુરત મહાનગરપાલિકાની કુલ 120 બેઠકો માટે થયેલા સરેરાશ 59.21% મતદાન બાદ જે પરિણામો આવ્યા છે તે ચોંકાવનારા છે. ભાજપે 120માંથી રેકોર્ડબ્રેક 115 બેઠકો પર વિજય મેળવ્યો. જ્યારે 2021માં 27 બેઠકો જીતનાર આમ આદમી પાર્ટી આ વખતે માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે. ગત ચૂંટણીમાં શૂન્ય પર રહેલી કોંગ્રેસ આ વખતે માત્ર નામ પૂરતી 1 બેઠક મેળવી શકી છે. આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16માં જોવા મળ્યો છે.
'આપ' ના પ્રદેશ મહામંત્રી અને સંગઠનના પાયાના નેતા ગણાતા મનોજ સોરઠીયાને વોર્ડ નંબર 4 માં હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપની આખી પેનલ (હેતલ પરમાર, હંસા ગજેરા, અરવિંદ કાકડીયા અને મહેશ કાકડીયા) એ અહીં ભવ્ય વિજય મેળવ્યો છે.
સુરત મનપાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાની વોર્ડ નંબર 16 માં હાર થઈ છે. અહીં ભાજપે 'આપ' પાસેથી સીટો છીનવીને આખી પેનલ જીતી લીધી છે. પોતાની હાર સ્વીકારતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, 'અમારી મહેનતમાં કચાસ રહેતા હાર થઈ છે, આગામી પાંચ વર્ષ ફરી મહેનત કરીશું.'
એકતરફ 'આપ' ના દિગ્ગજો હાર્યા છે, ત્યારે વોર્ડ નંબર 3 માં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. અહીં અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાએ પ્રચંડ જનસમર્થન સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. વોર્ડ નંબર 3 માં ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
સુરતના પરિણામો સ્પષ્ટ કરે છે કે 2021 માં જે 'આપ' એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી હતી, તેને ભાજપે સંગઠન અને વ્યૂહરચનાથી પછાડી દીધી છે. ભાજપે 115 બેઠકો કબજે કરીને સુરતને પોતાનું અજેય કેન્દ્ર સાબિત કરી દીધું છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026