કેનેડામાં સ્ટુડન્ટ વિઝા બાદ હવે ટેમ્પરરી વિઝા પર પણ તવાઈ, ટૂંકસમયમાં લેવાશે નિર્ણય
October 14, 2024

ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડા (IRCC)એ સ્ટુડન્ટ વિઝા પર આકરા નિયમો લાગુ કર્યા બાદ હવે ટેમ્પરરી રેસિડન્ટ્સ (કામચલાઉ ધોરણે રહેતાં લોકો) પ્રત્યે કડક વલણ લાગુ કરવા જઈ રહી છે. કેનેડાની સરકાર 1 નવેમ્બર પહેલાં 2025-2027 ઈમિગ્રેશન લેવલ પ્લાનમાં નવા ફેરફારો કરતાં પ્રથમ વખત વર્ક પરમિટ, સ્ટડી પરમિટ અને વિઝિટર વિઝા પર રહેતાં લોકોને આવરી લેતાં ટેમ્પરરી રેસિડન્ટ્સને આ પ્લાનમાં સામેલ કરશે.
પરંપરાગત રીતે, ઇમિગ્રેશન લેવલ્સ પ્લાન ત્રણ વર્ષમાં આપવામાં આવેલા PR માટે વાર્ષિક અને અંદાજિત લક્ષ્યો નક્કી કરે છે, જે વસ્તી વૃદ્ધિ, સામાજિક પ્રણાલી, કરવેરા, આવાસ, આરોગ્યસંભાળ અને શ્રમ બજારને પ્રભાવિત કરે છે. જો કે, ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે પુષ્ટિ કરી હતી કે, ટેમ્પરરી રેસિડન્ટ્સના ઈન્ક્લુઝન માટે પોલિસીમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે.
કેનેડાએ 2023માં 25 લાખથી વધુ ટેમ્પરરી રેસિડન્ટ્સ માટે અરજી મંજૂર કરી હતી. જે કુલ વસ્તીના 6.2 ટકા છે. મિલરે જણાવ્યું હતું કે, નવા ટેમ્પરરી રેસિડન્ટ્સનું પ્રમાણ આગામી ત્રણ વર્ષમાં ઘટાડી 5 ટકા સુધી કરવાનું લક્ષ્યાંક છે. આ જાહેરાતો આગામી યોજનાની દિશામાં સમજ પૂરી પાડે છે કે, તેઓ ટેમ્પરરી વિઝા પર કાપ મૂકી શકે છે અથવા તેના નિયમો કડક બનાવશે.
IRCC એ જાન્યુઆરીમાં સ્ટુડન્ટ વિઝા માટે 606,000 અરજીઓ પર પ્રક્રિયા કરી હતી. જેમાંથી 3,60,000 અરજીઓ મંજૂર કરી હતી. જે 35 ટકા ઘટાડો દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર કાપ મૂકવા વિઝા પ્રોસેસને આકરી બનાવવા ઉપરાંત ફંડિંગમાં વધારો જેવા પગલાંઓ લેવામાં આવ્યા હતાં.
Related Articles
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘરાવતી ગેંગ પકડાઈ, 18ની ધરપકડ, 100 આરોપ મૂકાયા
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘ...
Jun 17, 2025
Trending NEWS

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025
05 July, 2025

05 July, 2025
05 July, 2025
05 July, 2025

05 July, 2025