અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલની લાપરવાહી! ક્રિકેટ સટ્ટાનો આરોપી નકલી વકીલ બની કેદીને મળી આવ્યો!
August 04, 2026
નાના ચિલોડા વિસ્તારમાં રહેતા હરેશ મુલચંદાણી વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ક્રિકેટ સટ્ટાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તેણે લિસ્ટેડ બુટલેગર વિનોદ સિંધી પાસેથી માસ્ટર આઈડી લીધું હતું અને આ આઈડીમાં કરોડો રૂપિયાનું બેલેન્સ મળી આવ્યું હતું. આ કેસમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ 11 જુલાઈના રોજ હરેશ મુલચંદાણી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવેલા વકીલ-કેદી મુલાકાત રૂમમાં વકીલ તરીકેની ઓળખ આપીને પહોંચ્યો હતો અને તેણે કોઈ કેસમાં જેલમાં રહેલા કેદી સાથે મુલાકાત કરી હતી. એક સિનિયર વકીલ જ્યારે તેમના અસીલને મળવા આવ્યા ત્યારે તેમણે હરેશ મુલચંદાણીને જોયો હતો. શરૂઆતમાં તેમને ખ્યાલ આવ્યો ન હતો, પરંતુ બાદમાં વકીલ તરીકે આવેલો વ્યક્તિ હરેશ મુલચંદાણી હોવાનું સ્પષ્ટ થયું હતું. સામાન્ય રીતે વકીલ-કેદી મુલાકાત રૂમમાં આવતા પહેલા વકીલની નોંધ કરવામાં આવે છે અને સુરક્ષાના કારણોસર આઈ-કાર્ડ પણ ચકાસવામાં આવે છે. ત્યારે હરેશ મુલચંદાણી વકીલની ખોટી ઓળખ આપીને અંદર આવ્યો હોવાની પ્રબળ શક્યતા છે. વકીલ-કેદી રૂમમાં સીસીટીવી કેમેરા પણ હોય છે, જેના ફૂટેજના આધારે આ મામલે મોટા ખુલાસા થઈ શકે છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026