Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

અમદાવાદ દુર્ઘટના, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા

June 12, 2025

અમદાવાદ : અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું એક વિમાન ટેક ઑફ કરતી વખતે જ ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે ઍરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયાની આ ફ્લાઇટ બપોરે 1:38 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી ટેક ઑફ કરી હતી. ટેક ઑફના માત્ર બે જ મિનિટના ટૂંકા ગાળામાં, આંખના પલકારામાં, વિમાનનો પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ વિમાન પરનો નિયંત્રણ ગુમાવતા તે નજીકની એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું.


હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. વિમાનમાં સવાર મુસાફરોની સ્થિતિ અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાના પગલે ઍરપોર્ટ પર ઉડાન વ્યવસ્થા પર અસર પડી છે અને તપાસ શરુ કરવામાં આવી છે.