પ્લેન ટેલમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો:પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઇ
June 14, 2025
અમદાવાદ : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વિતી ચૂક્યા છે પરંતુ, હજી DNA રિપોર્ટ આવવાનો બાકી હોવાથી મૃતકોના પરિજનો મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ જેમ જેમ રિપોર્ટ આવી રહ્યાં છે તે પ્રમાણે સ્વજનોને મૃતદેહો સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
પ્લેનનો કાટમાળ નીચે ઉતારતા સમયે પ્લેનના પાછળના ભાગમાંથી આજરોજ વધુ એક મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ પ્લેનની ટેલમાં ફસાયેલો હતો જેને નીચે ઉતારી પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક રીતે આ મૃતદેહ એર હોસ્ટેસનો હોવાની આશંકા છે.
અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં 250 લોકોના DNA માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જુનિયર ડોક્ટર્સ એસો. દ્વારા એક સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પ્લેન દુર્ઘટનામાં હોસ્ટેલમાં રહેલા 4 MBBSના વિદ્યાર્થીઓના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. દિવંગત વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી આજે વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા બાદ ગાંધીનગર ખાતે સ્થિત તેમના ઘરે રોકાયા છે. જેઓ સવારે 11 વાગ્યે બ્લડ સેમ્પલ આપવા સિવિલ પહોંચશે.
શુક્રવારે દિવસભર સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ પર જ્યાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે રાત પડતા જ એકલ દોકલ લોકો જ જોવા મળ્યા હતા. રાત્રિના સમયે વાહનવ્યવહાર માટે પણ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે 40થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ 1.40 વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું, જેમાં સ્ક્રૂ-મેમ્બર્સ, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 242 મુસાફર હતા, 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ-મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ- મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241નાં મોત થયા છે. જ્યારે ડોકટર્સની હોસ્ટેલ અને આસપાસના વિસ્તારમાં હાજર રહેલા અન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા.
Related Articles
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026
26 September, 2026