Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસી ગોળી ધરબી

May 22, 2025

અમેરિકાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં મૂળ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલા  કલોલ તાલુકાના ડિંગૂચા ગામના એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ તરીકે થઇ હતી જે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. 

પ્રાથમિક અહેવાલો અનુસાર પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો. ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે તેને સીધી ગોળી મારી દીધી હતી અને લૂંટ ચલાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. હાલ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે પરેશ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રહેતો હતો અને ત્યાં જ નોકરી કરતો હતો. ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં સોંપો પડી ગયો છે અને પરિજનો પણ આઘાતમાં સરી ગયા હતા.