Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનો સહિત 103 અમૃત સ્ટેશનોનું PM મોદીએ કર્યું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

May 22, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેર ખાતે 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોના 86 જિલ્લામાં રિડેવલપ થયેલા 103 અમૃત સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે.  કરણી માતાના મંદિરના દર્શન કર્યા બાદ PM મોદીએ કુલ રૂ. 26000 કરોડના ખર્ચે તૈયાર થયેલા અમૃત રેલવે સ્ટેશન ખુલ્લા મૂક્યા હતાં. આ પ્રોજેક્ટમાં 1000 કિલોમીટરનો રેલવે ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાત મોટા રોડ પ્રોજેક્ટ ત્રણ વ્હિકલ અંડરપાસ, પાવરગ્રીડ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ અને રાજસ્થાનનો 900 કિ.મી. નેશનલ હાઈ-વેના કામકાજ સામેલ હતા.

આ યોજનાનો ઉદ્દેશ દેશભરમાં 1,300થી વધુ રેલવે સ્ટેશનોને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાનો છે. જેમાં ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના વિવિધ સ્ટેશનોનો સમાવેશ થાય છે.

સામખીયાળી, મોરબી, હાપા, જામ વંથલી, કાનાલુસ, ઓખા, મીઠાપુર, રાજુલા, સિહોર, પાલીતાણા, મહુવા, જામ જોધપુર, લીંબડી, દેરોલ, કરમસદ, ઉત્રાણ, કોસંબા અને ડાકોર સહિતના સ્ટેશનોનો કાયાકલ્પ થઈ જશે.  

રેલવે મંત્રાલય દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 1300 રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવાનો લક્ષ્યાંક છે, જેને એકીકૃત ટ્રાન્સપોર્ટ હબ બનાવાશે. આ યોજના હેઠળ જ આજે વડાપ્રધાને રિડેવલપમેન્ટ કરાયેલા 103 રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું છે.