અમેરિકામાં ભયંકર વિમાન દુર્ઘટના, રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું પ્લેન, તમામ મુસાફર જીવતા સળગ્યા

May 22, 2025

અમેરિકામાં એક પ્રાઇવેટ પ્લેન ક્રેશ થઈ ગયું, જેનાથી અનેક લોકોના મોત થઈ ગયા. કેલિફોર્નિયા સાન ડિએગો નજીક ગુરૂવારે (22 મે) એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું,જેનાથી અંદાજિત 15 ઘરો અને અનેક વાહનોમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટના અમેરિકન સેનાના સૌથી મોટા આવાસ વિસ્તારમાં બની છે.

ન્યૂઝ એજન્સી એસોસિએટ પ્રેસના રિપોર્ટ અનુસાર, સાન ડિએગો નજીક ધુમ્મસમાં એક નાનું વિમાન અચાનક ક્રેશ થયું અને આકાશમાંથી રહેણાંક વિસ્તારમાં ઘરો પર પડ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, લગભગ 10 ઘરોમાં આગ લાગી હતી, પરંતુ તે સમયે ઘરમાં કોઈ હાજર નહોતું. વિમાનમાં સવાર લગભગ બધા જ લોકો મૃત્યુ પામ્યા. આ વિમાનમાં 8 થી 10 લોકો સવાર હોઈ શકે છે.

પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને ઘરો ખાલી કરાવ્યા. 100થી વધુ સ્થાનિક લોકોની નજીક શાળાએ લઈ ગયા. દુર્ઘટનાગ્રસ્ત વિમાનની ઓળખ Cessna 550ના રૂપમાં થઈ છે, જે મોંટગોમરી-ગિબ્સ એક્ઝિક્યૂટિવ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ની ટીમ કરશે. દુર્ઘટના બાદ વિસ્તારમાં જેટ ફ્યૂલ ચોતરફ ફેલાઈ ગયું. જે કારણે ફાયર બ્રિગેડ ટીમ આગ પર કાબૂ મેળવવામાં લાગી છે.