મોસ્કો ઍરપોર્ટ પર ડ્રોન હુમલો, ભારતીય સાંસદોના વિમાનને આકાશમાં ચક્કર મારવા પડ્યા
May 23, 2025

મોસ્કો : ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ દર્શાવવા માટે ભારતના 6 પ્રતિનિધિમંડળ 22 મેના રોજ રશિયા જવા રવાના થયું હતું. રશિયામાં મોસ્કો ઍરપોર્ટ પર ડ્રોન એટેક થતાં ડીએમકે સાંસદ કનિમોઝીની સાથે ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળને લઈ જનારા વિમાનને મોસ્કો ઍરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. યુક્રેને રશિયાના મોસ્કો ઍરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલ છે.
ભારતથી રશિયા ગયેલા પ્રતિનિધિમંડળમાં ડીએમકે સાંસદ કનિમોઝી, સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ રાય, આરજેડી સાંસદ પ્રેમચંદ ગુપ્તા, કૅપ્ટન બ્રિજેશ, અશોક કુમાર મિત્તલ અને રાજદૂત મંજીવ સિંહ પુરીનો સમાવેશ થાય છે. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર મધ્યરાત્રિથી મોસ્કો તરફ ઉડતાં 23 ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, આ સમય દરમિયાન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કેટલાક કલાકો સુધી સ્થગિત કરી દીધી હતી. આ કારણે ભારતીય સાંસદો અને કનિમોઝી કરુણાનિધિને લઈ જતું વિમાન ઉતરી શક્યું નહીં અને હવામાં ચક્કર મારતું રહ્યું. આખરે, ઘણા વિલંબ બાદ વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું. રશિયામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ સર્વપક્ષીય સાંસદોના પ્રતિનિધિમંડળને સુરક્ષિત રીતે હોટેલ પહોચાડ્યું હતું. રશિયાની મુલાકાત બાદ પ્રતિનિધિમંડળ સ્લોવેનિયા, ગ્રીસ, લાતવિયા અને સ્પેનની યાત્રા કરશે.
Related Articles
કન્નડ ભાષા વિવાદ : ટેક કંપનીના માલિકે બેંગલુરુ છોડી પૂણેમાં કંપની શિફ્ટ કરવાનો નિર્ણય લીધો
કન્નડ ભાષા વિવાદ : ટેક કંપનીના માલિકે બે...
May 24, 2025
16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું, કેરળમાં 8 દિવસ વરસાદની એન્ટ્રી વહેલી થતા સત્તાવાર જાહેરાત
16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું, કેર...
May 24, 2025
રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીર પહોંચ્યા, પાકિસ્તાની હુમલાના પીડિતો સાથે કરી મુલાકાત
રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીર પહોંચ્યા, પાકિ...
May 24, 2025
જયશંકરને રાહુલ ગાંધીએ ત્રણ સવાલ પૂછ્તા રાજકીય ઘમસાણ સર્જાયું
જયશંકરને રાહુલ ગાંધીએ ત્રણ સવાલ પૂછ્તા ર...
May 23, 2025
આંધ્રપ્રદેશમાં ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના કરૂણ મોત
આંધ્રપ્રદેશમાં ડ્રાઈવરને ઝોકું આવી જતા ક...
May 23, 2025
ભંગારના વેપારીની જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ
ભંગારના વેપારીની જાસૂસી કાંડમાં 14મા આરો...
May 23, 2025
Trending NEWS

24 May, 2025