Breaking News :
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી ઓડિશામાં જમીન અને મિલકત આપવાના વિરોધમાં પુત્રએ પિતા અને સાવકી માતાની કુહાડી મારી હત્યા કરી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપુરમાં પિકઅપ વાન કૂવામાં ખાબકી: 14 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત એન્જિનની ક્ષમતા ઘટતા અમેરિકાના મિસોરીમાં સ્કાઈડાઈવિંગ પ્લેન ક્રેશ: 12 મુસાફરોના ઘટનાસ્થળે મોત અમેરિકા-ઈરાન યુદ્ધના અંતની જાહેરાતથી વાયદા બજારમાં તેજી: સોનામાં 3300 અને ચાંદીમાં 7000 રૂપિયાનો ઉછાળો મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસમાં વિલયની ચર્ચા વચ્ચે શરદ પવાર જૂથના 3 નારાજ નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા

આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત

June 13, 2026

જોરહાટ : આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પરથી ભારતીય વાયુસેના માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાયુસેનાના એક AN-32 ટ્રાન્સપોર્ટ વિમાનને અકસ્માત નડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ભારતીય વાયુસેનાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જોરહાટ ખાતે આ અકસ્માતની ઘટના બની છે. હાલ આ મામલે પ્રાથમિક વિગતો સિવાય કોઈ વધુ માહિતી ઉપલબ્ધ નથી. વાયુસેના દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને વધુ માહિતીની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે.

આ અકસ્માત કેટલો ગંભીર છે અને તેમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ, તે અંગે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.