યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી 562 ખલાસીઓ જહાજો પર ફસાયા
June 14, 2026
ન્યુ યોર્ક : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે હોર્મુઝ જળમાર્ગ અને ઓમાનની ખાડીમાં છેલ્લા 107 દિવસથી 13 ભારતીય ધ્વજ ધરાવતા જહાજો ફસાયેલા છે, જેના પર 562 ભારતીય નાવિકો ભય અને અનિશ્ચિતતાના માહોલમાં જીવી રહ્યા છે. આવી ગંભીર સ્થિતિ વચ્ચે એમટી સેલેસ્ટિયલ જહાજ પર મેડિકલ કારણોસર એક ભારતીય નાગરિક નિશાંત ઉર્થનાથનનું મોત નીપજ્યું છે. ઓમાનમાં મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસ મૃતક નાવિકના પાર્થિવ દેહને વહેલી તકે ભારત લાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.
ઓમાનમાં ભારતીય દૂતાવાસે રવિવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, કમનસીબે મેડિકલ કારણોસર જીવ ગુમાવનાર ભારતીય નાગરિક નિશાંત ઉર્થનાથનના પરિવારજનો અને જહાજના ક્રૂ મેમ્બર્સ સાથે દૂતાવાસ સતત સંપર્કમાં છે. નિશાંતનો પાર્થિવ દેહ હાલમાં ઓમાનના દુક્મ પોર્ટ પર એમટી સેલેસ્ટિયલ જહાજ પર રાખવામાં આવ્યો છે. દૂતાવાસ જહાજની મેનેજમેન્ટ કંપની સાથે મળીને તમામ જરૂરી કાનૂની અને વહીવટી વ્યવસ્થાઓ કરી રહ્યું છે જેથી પાર્થિવ દેહને વહેલી તકે સ્વદેશ લાવી શકાય.
કોંગ્રેસે આ મામલે એક્સ પર ટ્વીટ કરીને, કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, 11 જૂનના રોજ ઓમાનમાં ફસાયેલા જહાજ પર ભારતીય સેકન્ડ ઓફિસર નિશાંત ઉર્થનાથનનું અવસાન થયું હતું. છેલ્લા 2-3 દિવસથી તેમનો પાર્થિવ દેહ ભારત પરત લાવવાની રાહ જોવાઈ રહી છે, પરંતુ મોદી સરકાર તરફથી કોઈ મદદ મળી રહી નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, નિશાંતનો દેહ ક્ષીણ થઈ રહ્યો છે અને તેમની સાથેના નાવિકો પાર્થિવ દેહને સુરક્ષિત રાખવા માટે ઠંડા પાણીની બોટલોનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. કોંગ્રેસે નરેન્દ્ર મોદીને નબળા વડાપ્રધાન ગણાવ્યા છે અને માંગ કરી છે કે મોદી સરકાર નિશાંતના પાર્થિવ દેહને સન્માનપૂર્વક વહેલી તકે ભારત લાવે.
Related Articles
TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત
TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, N...
Jun 14, 2026
ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક્યૂ
ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનુ...
Jun 14, 2026
રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર ઃ અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ?
રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર ઃ અમેરિકાની...
Jun 14, 2026
સોલાપુરમાં શ્રદ્ધાળુઓને લઈ જતી વાન કૂવામાં ખાબકી, 14ના મોત
સોલાપુરમાં શ્રદ્ધાળુઓને લઈ જતી વાન કૂવામ...
Jun 14, 2026
પીએમ મોદીનો ફ્રાન્સ-સ્લોવાકિયા પ્રવાસ, G7 સમિટ અને આર્થિક સહયોગ પર રહેશે નજર
પીએમ મોદીનો ફ્રાન્સ-સ્લોવાકિયા પ્રવાસ, G...
Jun 13, 2026
આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત
આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વા...
Jun 13, 2026
Trending NEWS
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026