ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની 'ટ્રેપ'!
June 14, 2026
રોજમરા કામ માટે પણ લાખોની માંગણી: વર્ગ - 1 અધિકારીઓ પણ બાકાત નથી
ગાંધીનગર : ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ વચ્ચે એક વરવું સત્ય બહાર આવ્યું છે. વર્ષ 2026ના માત્ર પ્રથમ 6 મહિનામાં જ રાજ્યના 50 જેટલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ચૂક્યા છે. પોલીસ વિભાગથી લઈને પંચાયત અને મહેસૂલ સુધીના વિભાગોમાં ફેલાયેલું આ ભ્રષ્ટાચારનું નેટવર્ક સામાન્ય જનતા માટે આશીર્વાદને બદલે શ્રાપ બની રહ્યું છે. ગયા વર્ષે 164 ભ્રષ્ટાચારીઓ પકડાયા હતા, જેની સરખામણીએ આ વર્ષનો આંકડો સૂચવે છે કે ભ્રષ્ટાચારની આ ગતિ અટકવાનું નામ નથી લઈ રહી.
ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી જ્યારે ગાંધીનગરના ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ઓફિસના ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરી 5 લાખની લાંચ લેતા ઝડપાયા. તેમની તપાસ દરમિયાન 2.64 કરોડની જ્વેલરી અને મિલકતો મળી આવી, જે દર્શાવે છે કે સત્તાના જોરે કેવી કમાણી કરવામાં આવે છે. આ માત્ર મોટા અધિકારીઓ પૂરતું મર્યાદિત નથી, જન્મના દાખલાથી લઈને બીલ પાસ કરાવવા સુધીના પાયાના કામોમાં પણ તલાટી અને ક્લાર્ક કક્ષાના કર્મચારીઓ કમિશન માંગી રહ્યા છે. આણંદમાં તો બે મહિલા પોલીસ કર્મીઓ પણ 1.10 લાખની લાંચ લેતા ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ હતી.
આંતરિક નિરીક્ષણનો અભાવ: સૌથી મોટો પ્રશ્ન એ છે કે શા માટે આ અધિકારીઓ નિર્ભય છે? એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ત્યારે જ એક્શનમાં આવે છે, જ્યારે કોઈ ફરિયાદ કરે, પરંતુ સરકારી વિભાગોમાં પોતાનું કોઈ આંતરિક સર્વેલન્સ તંત્ર હોય તેવું દેખાતું નથી. શિસ્તભંગના પગલાં લેવામાં થતો વિલંબ અને કોર્ટમાં નીચો કન્વિક્શન રેટ (સજાનો દર) ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026