અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં જ દિવાળી ઉજવશે
October 29, 2024
નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આ વખતે અવકાશમાં જ દિવાળી ઉજવશે. તેમણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) તરફથી એક વીડિયો મેસેજ શેર કર્યો છે જેમાં તેમણે પૃથ્વીવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતો. તેમણે કહ્યું કે, 'આ વર્ષે માને પૃથ્વીથી 260 માઈલ દૂર દિવાળી ઉજવવાની અનોખી તક મળી છે.' આ દરમિયાન સુનીતા વિલિયમ્સે તેના પિતાના પ્રયાસોને યાદ કર્યા હતા. જેણે તેમના પરિવારને દિવાળી અને અન્ય ભારતીય તહેવારો વિશે શીખવીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી હતી.
વીડિયો મેસેજમાં સુનીતા વિલિયમ્સે જણાવ્યું હતુ કે, 'આ વર્ષે મને પૃથ્વીથી 260 માઈલ દૂર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર દિવાળી ઉજવવાની અનોખી તક મળી છે. દિવાળી એ આનંદનો સમય છે, આજે અમારા સમુદાય સાથે દિવાળીની ઉજવણી કરવા અને અમારા સમુદાયના અનેક યોગદાનને માન્યતા આપવા બદલ અમેરિકન પ્રમુખ જો બાઈડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસનો આભાર.' આ વીડિયો મેસેજ વ્હાઇટ હાઉસમાં આયોજિત દિવાળીની ઉજવણી દરમિયાન આવ્યો હતો.
સુનીતા વિલિયમ્સ તેના સાથી અવકાશયાત્રી બૂચ વિલમોર સાથે જૂનથી ISS પર છે. બંનેએ પહેલી ક્રૂ ફ્લાઇટ પાંચમી જૂને બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ પર કરી હતી, જે છઠ્ઠી જૂને સ્પેસ સ્ટેશન પર પહોંચી હતી. સ્ટારલાઈનરને તેના ક્રૂ વિના પૃથ્વી પર પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ સ્પેસક્રાફ્ટ સફળતાપૂર્વક પાછું ફર્યું હતું, કારણ કે ઓગસ્ટમાં નાસાએ વિલમોર અને વિલિયમ્સને પૃથ્વી પર પાછા ફરવું ખૂબ જોખમી હતું. હવે નાસાએ પૃથ્વી પર તેઓના આગમનની 25મી ફેબ્રુઆરી 2025 નક્કી કરી છે.
Related Articles
CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા
CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો...
Aug 08, 2026
તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ
તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સં...
Aug 08, 2026
છત્તીસગઢ હાઇકોર્ટે પેપર લીકને હત્યા કરતાં પણ વધુ જઘન્ય ગણાવ્યું, સીબીઆઈએ 94 પાનાની ચાર્જશીટ દાખલ કરી
છત્તીસગઢ હાઇકોર્ટે પેપર લીકને હત્યા કરતા...
Aug 08, 2026
યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગવાની અફવા : ગ્રાહકો અને નાના વેપારીઓ માટે ફ્રી રહેશે , કોઈ એમડીઆર નહીં વસૂલાય
યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગવાની અફવા : ગ...
Aug 08, 2026
હિમાચલ પ્રદેશમાં 22 મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી જતાં 8 મુસાફરોના મોત, અનેક ઘાયલ
હિમાચલ પ્રદેશમાં 22 મુસાફરો ભરેલી ખાનગી...
Aug 08, 2026
આસામમાં સતત વરસાદ અને બ્રહ્મપુત્રના વધેલા જળસ્તરથી 60 વર્ષનું સૌથી ભયાનક પૂર સંકટ, 98ના મોત
આસામમાં સતત વરસાદ અને બ્રહ્મપુત્રના વધેલ...
Aug 08, 2026
Trending NEWS
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
05 August, 2026
05 August, 2026