ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો: સોનું પણ થયું સસ્તું
May 02, 2026
સોનું અને ચાંદીમાં આ અઠવાડિયામાં મોટો કડાકો નોંધાયો છે. જેમાં સોનું 1,000 અને ચાંદી 3,000 રૂપિયાથી વધુ સસ્તી થઈ છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન(IBJA) મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ આ અઠવાડિયે 1,216 રૂપિયાથી ઘટીને 1,50,263 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે પહેલા 1,51,479 ભાવ હતો.
સોનું થયું સસ્તું
22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,38,755 રૂપિયાથી ઘટીને 1,37,641 થયો છે. જેમાં 18 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,13,609 રૂપિયાથી ઘટીને 1,12,697 રૂપિયા થયો છે.
આ અઠવાડિયે સોનાનો સૌથી ઓછો ભાવ રૂ.1,47,973 પ્રતિ 10 ગ્રામ 29 એપ્રિલે જોવા મળ્યો હતો. તેનાથી વિપરીત સૌથી વધુ ભાવ રૂ.1,51,186 પ્રતિ 10 ગ્રામ 27 એપ્રિલે નોંધાયો હતો. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
ચાંદીનો ભાવ રૂ.3,494 ઘટીને રૂ.2,40,331 પ્રતિ કિલોગ્રામ થયો છે, જે તેના અગાઉના સ્તર રૂ.2,43,828 પ્રતિ કિલોગ્રામથી નીચે છે. આ અઠવાડિયે ચાંદીનો સૌથી ઓછો ભાવ રૂ.2,36,300 પ્રતિ કિલોગ્રામ એપ્રિલના રોજ નોંધાયો હતો, જ્યારે સૌથી વધુ ભાવ રૂ.2,43,720 પ્રતિ કિલોગ્રામ 27 એપ્રિલના રોજ જોવા મળ્યો હતો.
વૈશ્વિક અસ્થિરતાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાના ભાવ ઘટીને 4,585 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીના ભાવ 74 ડોલરે પ્રતિ ઔંસ આસપાસ રહ્યા છે.
Related Articles
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026