Breaking News :
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે...’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા અમેરિકામાં એર શૉ દરમિયાન સંકલનના અભાવે 2 ફાઇટર જેટ વચ્ચે હવામાં ભયાનક ટક્કર, ચારેય ક્રૂ સભ્યો સુરક્ષિત બાંગ્લાદેશમાં અરાજકતા વચ્ચે આંતરિક સુરક્ષા મજબૂત કરવા બંગાળના 7 નેશનલ હાઇવે પર હવે કેન્દ્રનો કંટ્રોલ રહેશે ચીનમાં ભૂકંપનો કહેર: 5.2ની તીવ્રતાના આંચકા આવવાના કારણે ઇમારતો ધરાશાયી, 2 લોકોએ જીવ ગુમાવ્યા ભારતે સ્થાનિક બજારમાં કિંમતો નિયંત્રિત કરવા ખાંડની નિકાસ પર મૂકેલા પ્રતિબંધથી નેપાળમાં સંકટ સર્જાયું

સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ક્રૂર હત્યા

May 18, 2026

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

મૃતક જય દલાલ સુરતના લીંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર હતો. આ ઉપરાંત તે પોતે પણ ભાજપ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલો હતો અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો.

સત્તાધારી પક્ષના જ એક યુવા નેતાની આ રીતે જાહેરમાં હત્યા થઈ જતાં સમગ્ર સુરત ભાજપ અને રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ધોળા દિવસે થયેલી આ હત્યાને પગલે સામાન્ય જનતામાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.