અમેરિકામાં CBIએ કરી 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની ધરપકડ, ભારત લવાશે
July 09, 2025

CBIને મોટી સફળતા મળી છે. લગભગ 23 વર્ષથી ફરાર આરોપી મોનિકા કપૂરને અમેરિકાથી કસ્ટડીમાં ભારત લાવવામાં આવી રહી છે. આ કાર્યવાહી 9 જુલાઈ 2025 ના રોજ પૂર્ણ થઈ હતી. મોનિકા કપૂર 2002 ના આયાત-નિકાસ છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી હતી. મોનિકા ઓવરસીઝના માલિક મોનિકા કપૂરે તેના બે ભાઈઓ રાજન ખન્ના અને રાજીવ ખન્ના સાથે મળીને શિપિંગ બિલ, ઇન્વોઇસ અને બેંક પ્રમાણપત્રો જેવા નકલી નિકાસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા.
આ નકલી દસ્તાવેજોના આધારે, તેમણે 1998 માં 6 રિપ્લેનિશમેન્ટ લાઇસન્સ મેળવ્યા હતા, જેની મદદથી 2.36 કરોડ રૂપિયાનું ડ્યુટી-ફ્રી સોનું આયાત કરવામાં આવ્યું હતું. આ પછી, આ લાઇસન્સ અમદાવાદ સ્થિત કંપની ડીપ એક્સપોર્ટ્સને પ્રીમિયમ પર વેચવામાં આવ્યા હતા. ડીપ એક્સપોર્ટ્સે તેનો ઉપયોગ સોનાની આયાત કરવા માટે કર્યો હતો, જેના કારણે સરકારને 1.44 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
આ કેસ 1999નો છે. એવો આરોપ છે કે મોનિકા કપૂર અને તેના બે ભાઈઓ રાજન અને રાજીવ ખન્નાએ સાથે મળીને નકલી નિકાસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ નકલી કાગળોની મદદથી, તેમણે ભારત સરકાર પાસેથી 16 'રિપ્લેશમેન્ટ લાઇસન્સ' મેળવ્યા હતા. તેમણે આમાંથી 14 લાઇસન્સ બીજી કંપનીને વેચી દીધા, જેણે તેનો ઉપયોગ કોઈપણ કસ્ટમ ડ્યુટી વિના સોનાની આયાત કરવા માટે કર્યો. આ છેતરપિંડીને કારણે, ભારત સરકારને લગભગ 6.8 લાખ ડોલર એટલે કે લગભગ 5.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું.
Related Articles
UAE ગોલ્ડન વિઝા યોજનામાં કર્યા ફેરફાર, માત્ર 23.3 લાખ ચૂકવી મેળવી શકાશે ગોલ્ડન વિઝા
UAE ગોલ્ડન વિઝા યોજનામાં કર્યા ફેરફાર, મ...
Jul 09, 2025
ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1,060 લોકોના મોત
ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1,0...
Jul 09, 2025
પેલેસ્ટાઇનના નાગરિકોને બીજા દેશોમાં શિફ્ટ કરવાની તૈયારી, નેતન્યાહૂ-ટ્રમ્પનો મેગાપ્લાન તૈયાર
પેલેસ્ટાઇનના નાગરિકોને બીજા દેશોમાં શિફ્...
Jul 08, 2025
દુનિયા બદલાઈ ગઈ, હવે કોઈ શહેનશાહનું રાજ નહીં ચાલે: બ્રિક્સ દેશોને ટ્રમ્પની ધમકી બાદ બ્રાઝિલનો જવાબ
દુનિયા બદલાઈ ગઈ, હવે કોઈ શહેનશાહનું રાજ...
Jul 08, 2025
અમેરિકાએ જાપાન અને સાઉથ કોરિયા પર 25% ટેરિફ લગાવ્યો, 1 ઓગસ્ટથી થશે લાગુ
અમેરિકાએ જાપાન અને સાઉથ કોરિયા પર 25% ટે...
Jul 08, 2025
ટેક્સાસમાં પૂરથી 100થી વધુ લોકોના મોત, 26 ફૂટ વધ્યુ નદીનું જળસ્તર
ટેક્સાસમાં પૂરથી 100થી વધુ લોકોના મોત, 2...
Jul 08, 2025
Trending NEWS

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025