UAE ગોલ્ડન વિઝા યોજનામાં કર્યા ફેરફાર, માત્ર 23.3 લાખ ચૂકવી મેળવી શકાશે ગોલ્ડન વિઝા

July 09, 2025

UAE એ તેની ગોલ્ડન વિઝા યોજનામાં મોટો ફેરફાર કર્યો છે. પહેલાના રોકાણ-આધારિત વિઝાને હવે નોમિનેશન-આધારિત મોડેલ દ્વારા બદલવામાં આવ્યો છે. આ હેઠળ, ભારત અને બાંગ્લાદેશના નાગરિકો ફક્ત AED 1 લાખ (લગભગ ₹23.3 લાખ) ચૂકવીને આજીવન ગોલ્ડન વિઝા મેળવી શકશે. દુબઈ અને અન્ય યુએઇના શહેરો ભારતીયો માટે રોજગાર અને વ્યવસાયની સારા અવસરો સાથે જીવવા માટે લોકપ્રિય રહ્યા છે. નવી ગોલ્ડન વિઝા નીતિ આ માટે એક મહત્ત્વપૂર્ણ માર્ગદર્શક બની શકે છે.

અગાઉ AED 20 મિલિયન (લગભગ ₹4.66 કરોડ)ના પ્રોપર્ટી રોકાણની જરૂરિયાત દૂર કરવામાં આવી છે. હવે તમે ફક્ત 1 લાખ AED ચૂકવીને નોમિનેશન દ્વારા વિઝા મેળવી શકો છો. આ પાયલોટ યોજના હાલમાં માત્ર ભારત અને બાંગ્લાદેશ માટે છે. ‘Rayed Group’ નામની યુએઇમાં આવેલી કન્સલ્ટન્સી કંપનીને આ યોજના ભારત માં લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.