સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો, પાંચ બાળકના મોત
July 10, 2026
સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 14 દિવસમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ 7 કેસ નોંધાયા છે. જેમાં અત્યાર સુધીમાં ચાર શંકાસ્પદ અને એક પોઝિટિવ સહિત પાંચ બાળકોનાં મોત થયા છે. જ્યારે હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવાયો છે.
શંકાસ્પદ દર્દીના રિપોર્ટ આવવાના બાકી, એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 26મી જૂનથી નવમી જુલાઈ દરમિયાન ચાંદીપુરા વાઈરસના 7 શંકાસ્પદ કેસ નોંધાયા છે. સિવિલમાં મૃતકોમાં બનાસકાંઠાના બનોદરા ગામના 3 વર્ષીય બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના બાબારી ગામના 6 વર્ષીય બાળકનું મોત થયા બાદ ત્રણ દિવસ પછી પોઝિટિવ આવ્યો હતો. ત્રીજા મૃતકમાં પંચમહાલ જિલ્લાના વેજલપુર વ્યાસડા ગામની 11 વર્ષીય બાળકીનું મોત થયું છે. જેના સેમ્પલનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. અન્ય દર્દીઓ સારવાર હેઠળ છે. તેમ સાબરકાંઠાના આરઓઓએ જણાવ્યું હતું.
વડાલીના રહેડાના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મોત નિપજ્યું. પોશીના તાલુકાના દેમતી ગામના બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યું હતું. પરંતુ વાલી બાળકની યોગ્ય સારવાર કરાવવાના બદલે લઈને પલાયન થઈ જતાં શંકાસ્પદ બાળકનું પણ મોત નિપજ્યું હતું. તેમ આરોગ્ય વિભાગના એપિડેમિક અધિકારીએ જણાવ્યું હતું.
જ્યારે પાછલા 48 કલાક દરમિયાન જિલ્લાના ફિચોડ, નાનાચેખલામાં શંકાસ્પદ કેસ જણાઈ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તમામ 4 ગામોમાં આરોગ્યની ટીમો મોકલી સર્વે હાથ ધરાયો છે
Related Articles
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્રાઉન્ડ ઝીરો પર ગયા વગર મુખ્યમંત્રીએ ₹500 કરોડના પેકેજની કરી જાહેરાત
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્ર...
Jul 10, 2026
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ્ન, ગળાડૂબ પાણીમાં ફસાયેલા 193થી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ...
Jul 08, 2026
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે, 4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી...
Jul 08, 2026
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મેઘતાંડવ બાદ ખાડીઓ ભયજનક સ્તરે, મુંબઈમાં વરસાદ વચ્ચે અનેક ટ્રેનો રદ
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મે...
Jul 08, 2026
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હા...
Jul 07, 2026
ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ
ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવ...
Jul 07, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026