ટ્રમ્પના ટેરિફ વૉર સામે ચીન, કેનેડા અને મેક્સિકો ભડક્યાં, WTOમાં મુદ્દો ઊઠાવવાની તૈયારી
February 02, 2025

અમેરિકા દ્વારા આયાત ડ્યુટીમાં વધારો કરવા પર ભારે વિરોધ થઈ રહ્યો છે. ચીન, કેનેડા અને મેક્સિકોએ અમેરિકાના આ પગલાનો સખત વિરોધ કર્યો છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે, તેમણે આયાતી માલ પર વધારાના 10 ટકા ટેરિફ લાદવાના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. ચીને એમ પણ કહ્યું કે તે અમેરિકાના આ ખોટા કાર્યવાહીના જવાબમાં વિશ્વ વેપાર સંગઠન (WTO) માં ફરિયાદ નોંધાવશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા વધારાની ડ્યુટી એકપક્ષીય રીતે લાદવી એ WTO નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, આ પગલું માત્ર તેમની સમસ્યાઓ હલ કરવામાં નિષ્ફળ જશે એટલું જ નહીં પરંતુ બંને દેશો વચ્ચેના સામાન્ય આર્થિક અને વ્યાપાર સહયોગને પણ અવરોધ કરશે. ચીને અમેરિકાને વિનંતી કરી છે કે, તે તેના ફેન્ટાનાઇલ અને સંબંધિત મુદ્દાઓને ઉદ્દેશ્ય અને તર્કસંગત રીતે જુએ અને સમાધાન કરે, ન કે અન્ય દેશોને ધમકાવવા માટે વારંવાર આયાત શુલ્કનો ઉપયોગ કરે. પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકાએ પોતાની ભૂલો સુધારવી જોઈએ અને ચીન સાથે મળીને કામ કરવું જોઈએ, જેથી બંને પક્ષો એકબીજા સાથે રહી શકે. તેમણે અમેરિકાને સમાનતા, પરસ્પર લાભ અને પરસ્પર આદરના આધારે સમસ્યાઓનો સામનો કરવા, સ્પષ્ટ સંવાદમાં જોડાવા, સહયોગને મજબૂત કરવા અને મતભેદોનું સંચાલન કરવા માટે આહ્વાન કર્યું હતું. કેનેડા અને મેક્સિકોએ ટ્રમ્પ દ્વારા બંને દેશો પર ભારે આયાત જકાત લગાવવાની જાહેરાત કર્યા બાદ અમેરિકી માલ પર કર લાદવાની જાહેરાત કરી છે. મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે જણાવ્યું હતું કે, તેમણે અર્થતંત્ર મંત્રી માર્સેલો એબ્રાર્ડને દેશના હિતોનું રક્ષણ કરવા માટે ટેરિફ અને નોન ટેરિફ પગલાંનો ઉપયોગ કરવા સૂચના આપી છે. શેનબૌમે X હેન્ડલ પર કહ્યું કે, 'હું અર્થતંત્ર મંત્રીને પ્લાન B લાગુ કરવા સૂચના આપી રહી છું. અમે તેના પર કામ કરી રહ્યા છીએ.' આમાં મેક્સિકોના હિતોનું રક્ષણ કરવા માટે આયાત શુલ્ક અને બિન આયાત શુલ્ક પગલાંનો સમાવેશ થાય છે.
Related Articles
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે...
Apr 29, 2025
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ્રમ્પની ધમકીઓના કારણે છેલ્લી ઘડીએ પલટાયા સમીકરણ
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ...
Apr 29, 2025
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM કાર્નીની લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે મુકાબલો
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM...
Apr 28, 2025
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક : 11નાં મોત, 20થી વધુ ઘાયલ
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક...
Apr 28, 2025
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ:સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની કોશિશ
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ...
Apr 26, 2025
કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની હત્યા, ઓફિસ જતી વેળાએ બસ સ્ટોપ પર ગોળી વાગી
કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની હત...
Apr 19, 2025
Trending NEWS

કાશ્મીરમાં 1,000 થી વધુ મદરેસાઓને આગામી આદેશ સુધી...
03 May, 2025