કોંગ્રેસે 6 ફૂટ જમીન પણ ન આપી... પૂર્વ PM નરસિમ્હા રાવના ભાઈના કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ

December 29, 2024

દિલ્હી : પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધન બાદ અંતિમ સંસ્કાર અને સ્મારક મુદ્દે રાજકારણ શરૂ ચાલી રહ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપે પૂર્વ વડાપ્રધાનનું અપમાન કરી રહી છે. જે રીતે અટલ બિહારી વાજપાઈના અંતિમ સંસ્કાર થયા હતા અને સ્મારક બનાવાયું હતું, તેવી રીતે મનમોહન સિંહનું પણ જ્યાં અંતિમ સંસ્કાર કરાયા છે, ત્યાં સ્મારક બનવું જોઈએ. હવે કોંગ્રેસના આ આક્ષેપો વચ્ચે પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિમ્હા રાવની યાદ આવી ગઈ છે. કોંગ્રેસે તેમના દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવા દીધા ન હતા. એટલું જ નહીં તેમના પાર્થિવ દેહ માટે કોંગ્રેસનું હેડક્વાર્ટર પણ બંધ કરાયું હતું. આ મામલે પી.વી.નરસિમ્હાના ભાઈ મનોહર રાવે કોંગ્રેસ અને સોનિયા ગાંધી (Sonia Gandhi) પર ગંભીર આક્ષેપ કર્યો છે.
મનોહર રાવે કહ્યું કે, જ્યારે કોંગ્રેસના વડાપ્રધાન પી.વી.નરસિમ્હાનું નિધન થયું, ત્યારે સોનિયા ગાંધી હૈદરબાદ પણ આવી શક્યા ન હતા. તેમણે પોતાને સુધારવા જોઈએ. નિગમ બોધ ઘાટમાં કોઈના પણ અંતિમ સંસ્કાર થઈ શકે છે. તમે તો નરસિમ્હા રાવની એક પ્રતિમા પણ લગાવી નથી અને સત્તા ભોગવી છતાં તેમને ભારત રત્ન આપી શક્યા નથી. તમે પૂર્વ વડાપ્રધાનને કોઈપણ સન્માન આપ્યું નથી અને સન્માન કર્યું પણ નથી. તમે બોલી રહ્યા છો કે, મનમોહન સિંહનું આ ન થયું, તે ન થયું, જે થયું તે સારું થયું. તેમની કેટલીક પ્રક્રિયા છે. તેઓ ટ્રસ્ટ વગેરે બનાવીને આપશે.