અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા

July 12, 2025

અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા જાણો 10 જ પોઈન્ટમાં A to Z
અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ પર AAIBના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. 12 જૂન 2025ના દિવસે અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરનારી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171નું બોઇંગ 787-8 ડ્રીમલાઇન ફક્ત 32 સેકન્ડ આકાશમાંથી પડી ગયું હતું. આ ભયાનક અકસ્માતે 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથોસાથ જમીન પર 19 લોકોનું જીવન છીનવાઈ ગયું હતું. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટે આ અકસ્માતને લઈને અનેક રહસ્યો ખોલ્યા છે, જે રૂંવાડા ઊભા કરી દેનારા છે. કૉકપિટમાં પાયલટની મૂંઝવણથી લઈને એન્જિનની અચાનક નાકામી સુધી ચાલો જાણીએ આ રિપોર્ટની 10 મોટી વાતો.

  • ટેકઑફના બાદ વિમાન 180 નૉટ્સની સ્પીડ પર હતું, ત્યારે બંને એન્જિનના ફ્યુલ કટઑફ સ્વિચ અચાનક 'રન'થી 'કટઑફ' પોઝિશનમાં જતા રહ્યા હતા. આ એવું હતું જાણે કોઈએ જાણી જોઈને અથવા અજાણ્યા એન્જિનના શ્વાસ રોકી દીધા હોય. 
  • કૉકપિટ વૉઇસ રેકોર્ડરમાં કેપ્ચર થયેલી વાતચીત ચોંકાવનારી છે. એક પાયલટ બીજાને પૂછે છે કે, 'તમે ફ્યુલ કટઑફ કેમ કર્યું?' જવાબમાં બીજો પાયલટ કહે છે કે, 'મેં તો કંઈ નથી કર્યું' આ સંવાદ જણાવે છે કે, કૉકપિટમાં ત્યારે ભારે મૂંઝવણ હતી. 
  • તપાસમાં જાણ થઈ કે, એન્જિન 1ના ફ્યૂલ કટઑફ બાદ રિકવરી સંકેત આપવામાં આવ્યા હતા. તેની કોર સ્પીડ રોકાયા બાદ ફરીથી વધવા લાગી હતી, પરંતુ આ વિમાનને બચાવવા માટે પૂરતું નહતું.
  • એન્જિન 2ને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે સંપૂર્ણ રીતે સ્થિર ન થઈ શક્યું. વાંરવાર ફ્યુલ નાંખવા છતાં તેની સ્પીડ સતત ઓછી થઈ રહી હતી, જેનાથી દુર્ઘટના ટાળવું લગભગ અશક્ય બની રહ્યું હતું.
  • પાયલટે તુરંત ફ્યુલ સ્વિચને ફરી 'રન' પોઝિશનમાં કરી અને બંને એન્જિનમાં એગ્ઝોસ્ટ ગેસ ટેમ્પરેચર (EGT) વધવાથી રિલાઇટનો પ્રયાસ સ્પષ્ટ રૂપે દેખાયો. પરંતુ, ઓછી ઊંચાઈના કારમે સમય હાથમાંથી નીકળી ગયો હતો. 
  • ફ્લાઇટ ડેટા રેકોર્ડરે ખુલાસો કર્યો કે, બંને એન્જિનની N2 વેલ્યુ લઘુતમ આઇડલ સ્પીડથી નીચે જતી રહી હતી. આ એન્જિન સંપૂર્ણપણે ઠપ થવાનો સંકેત હતો.
  • અકસ્માતમાં વિમાનનું પાછળનું એન્જિન અને ફ્લાઇટ રેકોર્ડર (EAFR) સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ચુક્યું, જેનાથી ડેટાને સામાન્ય રીતે કાઢવો સંભવ નહતો. આ તપાસ માટે એક મોટો ઝટકો હતો.
  • AAIBએ હજુ સુધી બોઇંગ 787-8 અથવા તેના GE GEnx-1B એન્જિન માટે કોઈ સલામતીના સૂચનો જાહેર નથી કરાયા. જે સંકેત આપે છે કે, અત્યાર સુધી કોઈ ટેક્નિકલ ખરાબી સામે નથી આવી.  
  • AAIBએ કહ્યું કે, તપાસનો આગળનો તબક્કો શરૂ થઈ ચુક્યો છે. જેમાં તમામ પક્ષો પાસેથી વધુ પુરાવા એકઠા કરવામાં આવશે. 
  • રિપોર્ટમાં ફ્યુલ સ્વિચની મૂવમેન્ટ પર સવાલ ઊભા થયા છે, પરંતુ આ ખોટી માનવીય હતી, ટેક્નિકલ હતી કે જાણી જોઈને કરવામાં આવ્યું હતું તે હજું સુધી સ્પષ્ટ નથી. 
  •