પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથી મોટી મૂડી, 51000 યુવાઓને નિયુક્તિ પત્ર અપાયા

July 12, 2025

આજે 16માં રોજગાર મેળાનું આયોજન કરાયુ છે. જેમાં પીએમ મોદી દ્વારા 51000  યુવાઓને નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યું છે.  47 જગ્યાઓ પર આયોજન કરવામાં આવ્યું છે.  પીએમ મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યલી સંબોધન કરી રહ્યા છે.  પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે યુવા શક્તિ ભારતની સૌથી મોટી મૂડી છે. તેમણે કહ્યું કે યુવાનો ભારતની તાકાત છે.  21મી સદીમાં નવા નવા સેક્ટર વિકસી રહ્યા છે. દરેક સેક્ટરમાં યુવા શક્તિની ગૂંજ છે. 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે નૌજવાનોની રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા છે. ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે. ભારતની પાસે ડેમોગ્રાફી અને ડેમોક્રસી છે. નવયુવાનો પર ભરોસો છે.  નૌજવાનોને ભારતના અમૃતકાળનું સૌભાગ્ય મળ્યુ છે. અમે સમાનતા તરફ આગ વધી રહ્યા છીએ. દેશમાં વિકાસનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે.