બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ બિનહરીફ વિજેતા! આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના મોમાંથી કોળિયો છીનવાયો
May 24, 2026
આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના મોમાંથી કોળિયો છીનવાયો
આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી પહેલા બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા હોવાનું સામે આવ્યું છે. વાત એમ છે કે, ટેકનિકલ કારણોસર અને જાતિ પ્રમાણપત્ર મામલે ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થયુ છે. તેવામાં કોંગ્રેસના ઉમેદવારનો માર્ગ મોકળો થતાં તેઓ બિનહરીફ પ્રમુખ બને તે નિશ્ચિત જણાઈ રહ્યું છે, ત્યારે ભાજપના મોમાંથી કોળિયો છીનવાયોની સ્થિતિ ઉભી થઈ છે.
આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખની ખુરશી અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે. આ માટે ભાજપે મયુરીબહેન પટેલ નામના મહિલાનું ફોર્મ ભર્યું હતું. મયુરીબહેન મૂળ મહારાષ્ટ્રના વતની છે અને તેમણે ગુજરાતમાં પટેલ જ્ઞાતિમાં લગ્ન કર્યા છે. આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણીમાં ઉમેદવારી કરતી વખતે મયુરીબહેને મહારાષ્ટ્ર સરકારનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરતાં કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. સમગ્ર મામલે બંને પક્ષના વકીલો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ દલીલો કરી હતી.
ડીડીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમોના આધિન અન્ય રાજ્યનું અનામત પ્રમાણપત્ર ગુજરાતમાં માન્ય રાખી શકાય નહીં. અંતે ભાજપના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 40 સભ્યોની આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે 33 બેઠકોની બહુમતી હોવા છતાં પ્રમુખમાં કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબહેન તડવી બિનહરીફ વિજેતા જાહેર થશે. જ્યારે કોંગ્રેસ પાસે 7 બેઠકો છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026