Breaking News :
કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર દશેરાએ દિલ્હીમાં રાવણ સાથે 30 ફૂટના 'કોકરોચ'નું દહન!

અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો, દુબઈથી ગુજરાત સુધીનું 19 કરોડનું ગોલ્ડ સ્મગલિંગ રેકેટ ઝડપાયું, ત્રણની ધરપકડ

October 21, 2026

અમદાવાદમાં દેશભરના ગોલ્ડ સ્મગલરો માટે અમદાવાદ એરપોર્ટ હોટ ફેવરિટ બન્યું છે અને સમયાંતરે સોનાની દાણચોરી ઝડપાતી રહે છે ત્યારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સએ મોટી કાર્યવાહી કરી છે. DRIની ટીમે સળંગ બે દિવસ સુધી ઠેર-ઠેર દરોડા પાડીને ગુજરાતમાં સક્રિય સોનાની દાણચોરી કરતી મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કવાયત દરમિયાન દાણચોરીમાં સંડોવાયેલા ત્રણ જણને ઝડપી લેવાયા છે અને વડોદરામાં ગેરકાયદેસર રીતે સોનું ઓગાળવાના યુનિટની ભાળ મળી છે, જે રૂ. 19.41 કરોડની કિંમતના 13 કિલો વિદેશી સોનાના વ્યવહારો સાથે સંકળાયેલું હતું.

સૂત્રો મુજબ આ સિન્ડિકેટ રાજ્યના બે એરપોર્ટ અમદાવાદ અને સુરતનો ઉપયોગ દાણચોરીનું સોનું લાવવા માટે કરતી હતી. આ સોનાને ઓગાળવા માટે વડોદરા મોકલવામાં આવતું અને ત્યારબાદ અમદાવાદ સહિતના ઝવેરીઓને પહોંચાડવામાં આવતું હતું. ચોક્કસ બાતમીના આધારે DRI અધિકારીઓએ શંકાસ્પદો પર નજર રાખી હતી અને 16 ઓક્ટોબરથી શરૂ કરીને 42 કલાક સુધી સંકલિત દરોડા પાડ્યા હતા, જેમાં આખું રેકેટ સામે આવ્યું હતું.

પ્રાથમિક તપાસ મુજબ વિવિધ વિદેશી એરપોર્ટ પરથી મુસાફરોને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લાવવામાં આવતા હતા. સોનું રોડિયમ કોટેડ વાયર, ટ્રોલી બેગના અંદરના અસ્તરમાં છુપાવીને તથા ટ્રોલી બેગના અંદરના શેલમાં પેસ્ટના સ્વરૂપમાં વિવિધ રીતે છુપાવીને લાવવામાં આવતું હતું. અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ આ સોનું એરપોર્ટ બહાર હેન્ડલર્સને સોંપવામાં આવતું અને વચેટિયાઓ મારફતે વડોદરા ખાતેની ગેરકાયદે સોનું ઓગાળવાની ફેસિલિટીમાં પહોંચાડવામાં આવતું, ત્યારબાદ ઓગાળેલું સોનું રોકડના બદલામાં વેચાણ માટે અમદાવાદની એક જ્વેલરી શોપમાં સપ્લાય કરવામાં આવતું હતું.

આ ઓપરેશન દરમિયાન આશરે 890 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે ઓગાળવામાં આવેલા 6.41 કિલો સોના સંબંધિત પુરાવાઓ મળી આવ્યા છે. જ્વેલરી શોપ પર વધુ તપાસ દરમિયાન બિનહિસાબી વિદેશી મૂળના સોનાના બિસ્કિટ તથા દુબઈ સ્થિત મુખ્ય ફાઇનાન્સર સાથે જોડાયેલા અલગ હેન્ડલર મારફતે લાવવામાં આવેલા આશરે 5.8 કિલો દાણચોરીના સોનાના વ્યવહારોના રેકોર્ડ મળી આવ્યા છે. સૂત્રો મુજબ કસ્ટમ ડ્યુટીની ચોરી કરીને દાણચોરો લાખો રૂપિયાનો નફો કમાય છે, અગાઉ કેટલાક કિસ્સાઓમાં મુસાફરોને કમિશન અથવા ફ્રી વિદેશ પ્રવાસની લાલચ આપવામાં આવતી હતી. આ દાણચોરીનું સોનું અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના બજારોમાં આવી જતા વેપારીઓ બજારભાવ કરતા થોડું સસ્તું સોનું વેચી શકે છે અને તેમને એક તોલે રૂ. 15 હજારનો ફાયદો થતો હોવાથી તેઓ ઓછી રકમ લઈને સોનું વેચે છે, જ્યારે બિલથી સોનું ખરીદીને વેચતા વેપારીઓને વેપાર કરવામાં તકલીફ પડી રહી હોવાનું સોની બજારના વેપારીઓએ જણાવ્યું હતું.