Breaking News :
કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર દશેરાએ દિલ્હીમાં રાવણ સાથે 30 ફૂટના 'કોકરોચ'નું દહન!

અમદાવાદના એસપી રિંગ રોડ 6 લેન કરાશે, 1 જાન્યુઆરી ટોલ વસૂલાશે, 2200 કરોડના પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પડાયા

October 21, 2026

અમદાવાદમાં શહેરના એસપી રિંગ રોડનો દરરોજ હજારો મુસાફરો ઉપયોગ કરે છે. 31 ડિસેમ્બર 2026ના રોજ અહીં ટોલની મુદત પૂર્ણ થાય છે, જે બાદ 1 જાન્યુઆરી 2027થી સરદાર પટેલ રિંગ રોડ પર અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ટોલ વસૂલાતની જવાબદારી પોતાના હસ્તક લેવાની તૈયારી કરી રહી છે. આ તારીખથી જ નવા ટોલ દર અમલમાં આવી શકે છે.

અહેવાલ મુજબ આ નવી વ્યવસ્થા હેઠળ ટોલ પ્લાઝા ચલાવવા માટે ઔડાએ ખાનગી એજન્સી મારફતે મેનપાવર લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઓથોરિટી સીધી રીતે ટોલની આવક એકત્ર કરશે અને 76 કિલોમીટર લાંબા રિંગ રોડને ચાર લેનમાંથી છ લેન પહોળો કરવાના રૂ. 2,200 કરોડના પ્રોજેક્ટ પર કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોને એન્યુઇટી ચૂકવણી કરશે.

સૂત્રોએ જણાવ્યું કે આ નવી વ્યવસ્થા હેઠળ ઓથોરિટી 15 વર્ષ સુધી ટોલ ટેક્સ વસૂલશે. ટેન્ડરમાં નિર્ધારિત ફોર્મ્યુલા મુજબ ટોલ દરોમાં સુધારો કરવામાં આવશે, જ્યારે કોન્ટ્રાક્ટરોને દર છ મહિને એન્યુઇટી ચૂકવણી મળશે.

હાઇબ્રિડ એન્યુઇટી મોડલ હેઠળ પ્રોજેક્ટ ખર્ચના 60 ટકા કોન્ટ્રાક્ટરો ભોગવશે અને બાકીના 40 ટકા હિસ્સો ઔડા ચૂકવશે. અપગ્રેડ થયેલા આ રોડ પર નવા ટોલ પ્લાઝા બનાવવામાં આવશે. મેનપાવર મેળવવા તથા અન્ય કામો માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે અને પસંદ કરાયેલી ખાનગી એજન્સી ઔડાની દેખરેખ હેઠળ ટોલ પ્લાઝા પર સ્ટાફ તૈનાત કરશે.