ઓરિસ્સાનો એન્જિનિયર નીકળ્યો 'કરપ્શન કિંગ', ભુવનેશ્વરમાં કરોડોની રોકડ, 5 બંગલા અને 13 પ્લોટ,
June 07, 2026
ભુવનેશ્વર- ભુવનેશ્વરના વિશેષ વિજિલન્સ જજ દ્વારા જાહેર કરાયેલા સર્ચ વોરંટના આધારે વિજિલન્સની ટીમોએ ભુવનેશ્વર, બારીપદા, જાજપુર જિલ્લાના ધર્મશાલા અને બાલીગુડામાં કુલ 9 સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ ટીમમાં 2 એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP), 5 ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP), 6 ઇન્સ્પેક્ટર અને અન્ય સહાયક સ્ટાફ સામેલ હતો. કાર્યવાહી દરમિયાન વિજિલન્સ અધિકારીઓને ભુવનેશ્વરના ચંદ્રશેખરપુરમાં એક 4 માળની ઇમારત, શૈલાશ્રી વિહારમાં એક 3 માળની ઇમારત અને પટિયામાં એક 2 માળનું મકાન મળી આવ્યું હતું. અધિકારીઓએ 13 જમીનોની ઓળખ કરી છે, જેમાં ભુવનેશ્વરના પ્રાઇમ લોકેશનમાં 7 પ્લોટ અને અન્ય પ્લોટ જાજપુર તેમજ બારીપદામાં આવેલા છે.
તપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે, પરિવાર સાથે જોડાયેલા બેંક લોકર્સમાંથી આશરે 2 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી. આ પહેલાં, ઘરની તપાસ દરમિયાન 2.66 લાખ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી હતી. સોનાના દાગીના, બેંક ડિપોઝિટ, પોસ્ટલ સેવિંગ્સ, રોકાણ અને અન્ય નાણાકીય વ્યવહારોનું મૂલ્યાંકન હાલમાં ચાલી રહ્યું છે. ટેકનિકલ નિષ્ણાતો દ્વારા આ મકાનો અને જમીનોની બજાર કિંમત (માર્કેટ વેલ્યુ) નો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. વિજિલન્સ અધિકારીઓએ જણાવ્યું કે, 'ચંદ્રશેખરપુરમાં વધુ એક 2 માળની ઇમારત અને જાજપુર જિલ્લાના ધર્મશાલા વિસ્તારમાં પૈતૃક જમીન પર બનેલું એક 2 માળનું મકાન પણ શોધી કાઢવામાં આવ્યું છે. હાલમાં બારીપદા અને પાંડુઆમાં બેહરાના સંબંધીઓના નિવાસો તેમજ બાલીગુડામાં તેમની ઓફિસ અને સરકારી ક્વાર્ટર પર સર્ચ ઓપરેશન ચાલુ છે.'
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026