ખોટું બોલનારાને જવાબ મળ્યો : અજિત પવાર

November 23, 2024

મુંબઈ : શિવસેના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિએ રેકોર્ડ જીત નોંધાવી છે. અમે મહારાષ્ટ્રના લોકોને આભાર માનીએ છીએ. અમે મહાવિકાસ અઘાડીની સરકાર દ્વારા લગાવાયેલા તમામ પ્રતિબંધો હટાવી દીધા. લોકોએ અમારા પર સ્નેહ વરસાવ્યો. આ ચૂંટણીની જવાબદારી લોકોએ પોતાના હાથમાં લીધી છે. અમારું લક્ષ્ય મહારાષ્ટ્રનો વિકાસ કરવાનું રહ્યું છે. શિંદેએ કહ્યું કે, અમારી સરકાર જનતાની સરકાર છે. હું વડાપ્રધાન મોદીએ અમને સહયોગ આપવા બદલ આભાર માનું છું. મહિલાઓ, બાળકો અને ખેડૂતો અમારા મહત્ત્વના કેન્દ્રમાં રહ્યા છે. અમે કૉમને મેનને સુપર મેન બનાવા ઈચ્છીએ છીએ. મારા માટે CMનું ફુલ ફૉર્મ ચીફ મિનિસ્ટર નહીં, પરંતુ કૉમન મેન છે.


BJPના નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રમાં અમને પ્રચંડ જીત અપાવવા બદલ અમે જનતાનો આભાર માનીએ છીએ. આ જીતે વડાપ્રધાન મોદીની અંદરનો મહારાષ્ટ્ર પ્રત્યેનો વિશ્વાસ દેખાડ્યો છે. હું એટલું જ કહું છું કે, મહારાષ્ટ્રની જનતા આગળ અમે નતમસ્તક છીએ. આ જીતે અમારી જવાબદારી વધારી છે.’


NCPના પ્રમુખ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, લડકી બહિન યોજના ગેમ ચેન્જર સાબિત થઈ છે. આ યોજનાએ અમારી મુશ્કેલી દુર કરી છે. મેં આવી જીત ક્યારેય જોઈ નથી. અમે જીતથી પ્રભાવિત નહીં થઈએ, પરંતુ આ જીતે અમારી જવાબદારી વધારી દીધી છે. અમારે જવાબદારીથી વ્યવહાર કરવું પડશે. ખોટું બોલનારાઓને જવાબ મળ્યો છે. અમારી વિરોધી પાર્ટીએ શૂન્ય થઈ ગઈ છે.’