Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ, અત્યાર સુધીમાં બેનાં મોત

July 29, 2025

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ગઈકાલ રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આજે સવારે મંડી જિલ્લામાં ભારે વરસાદને કારણે બે લોકોના મોત થયા છે અને બે અન્ય ગુમ થયા છે. માહિતી અનુસાર, મંડી જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે અને સમગ્ર પ્રદેશમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.  એડિશનલ ડેપ્યુટી કમિશનર રોહિત રાઠોડે જણાવ્યું હતું કે સવારે 4 વાગ્યાની આસપાસ ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે.

રાઠોડે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ઉપરના વિસ્તારોમાંથી કાટમાળ નીચલા વિસ્તારોમાં જમા થયો છે. આ વાદળ ફાટવાનું પરિણામ હોઈ શકે છે. હાલમાં તમામ અધિકારીઓ રાહત કાર્યમાં રોકાયેલા છે. અમને જેલ રોડ નજીક નુકસાનની માહિતી મળી છે. આ ઘટનામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. અમે 2 મૃતદેહો બહાર કાઢ્યા છે.