સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય, પક્ષપલટો અને નેતાઓનો વાણીવિલાસ લોકોને પસંદ ન આવ્યો
April 28, 2026
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સતત સાતમી વાર પાલિકામાં ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. આ વખતે સુરતીઓએ પહેલા કમળ અને પછી ખમણના સૂત્રને સાર્થક કર્યું છે.
ભાજપનો રેકોર્ડબ્રેક વિજય
ભાજપ: 115 બેઠકો (ઐતિહાસિક જીત)
આમ આદમી પાર્ટી (AAP): 04 બેઠકો (27 થી ઘટીને 4 પર)
કોંગ્રેસ: 01 બેઠક (લાંબા સમય બાદ એન્ટ્રી)
કેમ હારી આમ આદમી પાર્ટી?
ગઈ ચૂંટણીમાં 27 બેઠકો જીતનાર આપ આ વખતે માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે. જેની પાછળના મુખ્ય કારણોમાં જીતેલા 14 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતા લોકોમાં રોષ હતો. આપના નેતાઓ માત્ર સોશિયલ મીડિયા પર વાઘ બન્યા હતા. બેફામ આક્ષેપો અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ સુરતીઓને પસંદ ન આવ્યો.
આપની સભાઓમાં ભીડ જોવા મળતી હતી, પણ ભાજપનું સાયલન્ટ વોટિંગ અને મજબૂત પેઈજ પ્રમુખ મોડલ ભારે પડ્યું. આપના પૂર્વ વિપક્ષી નેતા અને ઉપનેતા પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી.
નિયમ મુજબ, પાલિકામાં સત્તાવાર વિપક્ષનું પદ મેળવવા માટે ઓછામાં ઓછી 7 બેઠકો હોવી જરૂરી છે. પરંતુ અહીં આપ (4) અને કોંગ્રેસ (1) મળીને પણ આ આંકડો સ્પર્શી શકતા નથી. 1995 પછી ફરી એકવાર સુરત પાલિકા વિપક્ષી નેતાની કેબિન, ગાડી અને ફોન જેવી સુવિધાઓ વિનાની જોવા મળશે. હવે સુરત પાલિકાના અધધ કહી શકાય તેવા 11 હજાર કરોડના વહીવટ પર ભાજપનું એકહથ્થુ શાસન રહેશે.
ભાજપની રેલીઓમાં ભલે પાંખી હાજરી દેખાતી હતી, પરંતુ પરિણામોએ બતાવી દીધું છે કે સુરતની પ્રજાને ભાજપના વિકાસ મોડલ પર અતૂટ ભરોસો છે. આપના આક્રમક અભિગમ સામે ભાજપની શાંત રણનીતિ કામ કરી ગઈ છે.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026