સોનું આજે ફરી રૂ. 1500 ઉછળી નવી રૂ. 1,24.000ની ટોચે, ચાંદી દોઢ લાખથી વધી ઓલ ટાઈમ હાઈ
October 06, 2025
સોના-ચાંદીના ભાવ રોજ નવી ઐતિહાસિક ટોચ નોંધાવી રહ્યા છે. વૈશ્વિક બજારોના સથવારે આજે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ રૂ. 1500 ઉછળી ફરી નવી રૂ. 1,24,000 પ્રતિ 10 ગ્રામની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. ચાંદી પણ રૂ. 2000 ઉછળી રૂ. 1,52,000 પ્રતિ કિગ્રાની રેકોર્ડ ટોચે પહોંચી છે.
એમસીએક્સ ખાતે સાંજના સેશન દરમિયાન સોનાનો 5 ડિસેમ્બર વાયદો 1741 રૂપિયા ઉછળી 119854 પ્રતિ 10 ગ્રામની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી વાયદો રૂ. 1452 ઉછળી રૂ. 147196 પર ક્વોટ થયો હતો.
અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દર ઘટાડવાની પ્રબળ શક્યતાઓ વચ્ચે કિંમતી ધાતુમાં રોકાણ વધ્યું છે. વૈશ્વિક બજારોમાં સોનું 3900 ડોલર પ્રતિ ઔંસનું રેકોર્ડ લેવલ ક્રોસ કરી ગયુ છે. ફેડ ગવર્નર સ્ટીફન મિરાને હાલમાં જ વ્યાજના દરોમાં ઘટાડો કરવા મુદ્દે જાણકારી આપી હતી. વ્યાજના દરોમાં ઘટાડો તેમજ ટેરિફના કારણે સર્જાયેલી અનિશ્ચિતતાના પગલે સોના-ચાંદીમાં પૂરબહાર તેજી જોવા મળી છે.
અમેરિકાની અર્થવ્યવસ્થા પર અનિશ્ચિતતા અને જીડીપી ગ્રોથમાં ઘટાડાની ભીતિ સર્જાઈ છે. અમેરિકામાં બેરોજગારીનો દર પણ વધી રહ્યો છે. બીજી તરફ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ સર્જી રહ્યું છે. જેના પગલે રોકાણકારો સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો છે. વધુમાં ઈકો-ફ્રેન્ડલી વ્હિકલ્સને પ્રાધાન્ય આપતાં ઈ-વ્હિકલ્સની માગ વધી છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાં પણ વેચાણ વધતાં ચાંદી ઓન ડિમાન્ડ છે. ડોલર સામે રૂપિયો પણ તળિયે ઝાટક થયો છે. આજે તે ડોલર સામે 88.79ની સપાટીએ બંધ રહ્યો હતો.જો કે, તેનું રેકોર્ડ તળિયું 88.80 છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં ડોલર સામે રૂપિયો 3.71 ટકા તૂટ્યો છે.
Related Articles
ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સમાં 900 તો નિફ્ટીમાં 260થી વધુ પોઇન્ટની તેજી
ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્...
Oct 15, 2026
શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે 1100 અંક ચઢી 73 હજારને પાર, રોકાણકારોને 4 કારણોસર 4 લાખ કરોડની કમાણી
શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે...
Oct 13, 2026
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ વધી જશે
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિના...
Oct 07, 2026
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026