ગુજરાતનું રાજકીય દાન: ₹309 કરોડમાંથી ₹308 કરોડ એકલા ભાજપના ફાળે, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોનો દબદબો
March 28, 2026
અમદાવાદઃ રાજકીય પક્ષોને ચૂંટણી ખર્ચ માટે ઇલેક્ટોરલ ટ્રસ્ટ થકી દાન આપવાની વ્યવસ્થા હેઠળ વર્ષ 2024-25 ના આંકડા જાહેર થયા છે. આ વિશ્લેષણ મુજબ, સમગ્ર દેશમાં રાજકીય પક્ષોને દાન આપવામાં ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર પછી ત્રીજા ક્રમે રહ્યું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે ₹20,000 થી વધુના રાજકીય દાનના કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, દિલ્હી અને મહારાષ્ટ્ર પછી ₹309.2 કરોડ સાથે ગુજરાત દેશમાં ત્રીજું સૌથી મોટું દાતા રાજ્ય રહ્યું છે.
કુલ દાનમાંથી ₹308.4 કરોડ ભાજપને, ₹69 લાખ કોંગ્રેસને અને ₹10 લાખ AAP ને મળ્યા હતા. અહેવાલ મુજબ, કુલ દાનમાં ₹250.4 કરોડ અથવા 81% કોર્પોરેટ દાતાઓ તરફથી અને ₹57.5 કરોડ અથવા 19% વ્યક્તિગત દાતાઓ તરફથી મળ્યા હતા. અન્યનો ફાળો નજીવો રહ્યો હતો.
રિપોર્ટ મુજબ, આઠ કોર્પોરેટ સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલા 12 દાનનો હિસ્સો ₹130 કરોડ એટલે કે કુલ દાનના 42% જેટલો થાય છે. કુલ દાનમાં ₹45 કરોડ સાથે સફલ ગોયલ રિયલ્ટી LLP મોખરે હતું, ત્યારબાદ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ અને નિર્મા લિમિટેડ દ્વારા ₹10-10 કરોડ, અને હાર્દિક અગ્રવાલ તથા દિનેશચંદ્ર અગ્રવાલ દ્વારા ₹10-10 કરોડના બે દાન આપવામાં આવ્યા હતા. નડિયાદ સ્થિત 'શ્રી કેદાર એગ્રો ન્યુટ્રીટેક LLP' એ ₹5 કરોડના ત્રણ દાન આપ્યા હતા, જ્યારે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને હિમગિરી કોર્પોરેશન દ્વારા પણ ₹5 કરોડનું દાન આપવામાં આવ્યું હતું.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026