Breaking News :
ફિફા ટેલિકાસ્ટમાં મોટી સુરક્ષા ચૂક, લાઈવ મેચના કેમેરા અને બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ હેક થઈ જતા દોડધામ 'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી ન વિરાટ, ન રોહિત... વિશ્વના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય; મેસી-રોનાલ્ડો સાથે જોડાયું નામ FIFA 2026: ફૂટબોલના ઇતિહાસમાં 68 વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ, એક જ દિવસની ચારેય મેચો થઈ ડ્રો! અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુઝિક કમ્પોઝરે આપ્યા નિવૃત્તિના સંકેત: ફેન્સ આઘાતમાં! ‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!

વડોદરામાં ભયાનક અકસ્માત, રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાઈ, 5 લોકોના દર્દનાક મોત

June 17, 2026

વડોદરામાં ભયાનક અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં કોટંબી સ્ટેડિયમ નજીક રાજસ્થાનથી સુરત જતી લકઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 લોકોના દર્દનાક મોત નીપજ્યા છે. જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. ગંભીર અકસ્માતને પગલે પોલીસ, ફાયર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. બનાવની પ્રાથમિક વિગતો મુજબ, રાજસ્થાના બાસવાડાથી સુરત તરફ જઈ રહેલી એક લક્ઝરી બસ પરોઢિયે ચારેક વાગે વડોદરા હાલોલ રોડ ઉપર કોટંબી સ્ટેડિયમ પાસે ઉભેલા ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ગ્રામજનો તેમજ વાહન ચાલકો દોડી આવ્યા હતા. બનાવને પગલે ચારથી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. દુર્ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની પાણીગેટ તેમજ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમો દોડી આવી હતી, જ્યારે એનડીઆરએફની ટીમ પણ આવી પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.ફાયર બ્રિગેડ દ્વારા JCBની મદદથી બંને વાહનોને છૂટા કરવામાં આવ્યા હતા. તો બીજી ટીમો દ્વારા બસના પતરા કાપીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવમાં પાંચ મુસાફરના મોત નીપજ્યા છે. જ્યારે 26 જેટલા મુસાફરોને ઈજાઓ થતાં તેમને સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવને સ્થળે દોડી આવેલી પોલીસ દ્વારા ટ્રાફિકની સાથે સાથે બનાવને લગતી કાર્યવાહી કરવામાં આવી રહી છે.