ભાજપ બે ચેલેન્જ પૂરી કરે તો હું ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લઈશ - કેજરીવાલ
January 12, 2025

દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલે ભાજપને બે મોટા પડકારો આપ્યા છે. ઝૂંપડપટ્ટીઓ અંગે કેજરીવાલે કહ્યું કે જેમના ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે તેમને એ જ જગ્યાએ ઘર બનાવી આપવામાં આવે અને તેમની સામેના કેસ પાછા ખેંચવામાં આવે. જો ભાજપ આ બે ચેલેન્જ પૂરી કરે તો હું ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લઈશ. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે 27 ડિસેમ્બરે ઉપરાજ્યપાલે શકુર બસ્તી રેલ્વે કોલોની પાસે બનેલી ઝૂંપડપટ્ટીનો લેન્ડ યૂઝ બદલી નાખ્યો છે. કેજરીવાલે કહ્યું કે દસ વર્ષમાં ભાજપે ઝૂંપડપટ્ટી જગ્યાએ ફક્ત 4700 ઘર આપ્યા છે જ્યારે દિલ્હીમાં ચાર લાખ ઝૂંપડા છે. ભાજપ આગામી એક વર્ષમાં બધી ઝૂંપડપટ્ટી તોડી પાડવા જઈ રહ્યો છે.
ચૂંટણી પૂરી થતાં જ ભાજપ બધા ઝૂંપડા તોડી પાડશે. કેજરીવાલે કહ્યું કે, ભાજપ ઝૂંપડપટ્ટીના લોકો સાથે છેતરપિંડી કરી રહી છે. ભાજપ કહે છે કે તે ઝૂંપડપટ્ટી હટાવીને ઘર આપશે પરંતુ 30 સપ્ટેમ્બર 2024 ના રોજ રેલ્વેએ આ જમીનનું ટેન્ડર જાહેર કર્યું છે. 15 દિવસ પહેલા ઉપરાજ્યપાલે આ ઝૂંપડપટ્ટીનો લેન્ડ યૂઝ બદલી નાખ્યો છે. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને ખ્યાલ નથી કે 8 ફેબ્રુઆરીએ ચૂંટણી પૂરી થતાં આ ઝૂંપડપટ્ટી તોડી પાડશે. કેજરીવાલે કહ્યું છે કે અમિત શાહ ઝૂંપડપટ્ટીવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ભાજપ કહે છે કે 'જ્યાં ઝૂંપડા, ત્યાં મકાન' આપીશું પણ એવું નથી કહેતા કે જ્યાં ઝૂંપડપટ્ટી છે ત્યાં તેમના મિત્રો અને બિલ્ડર્સના મકાન બનશે. આખી દુનિયા જાણે છે કે તેમના એક જ મિત્ર છે અને પોતાના મિત્રને આપવા માટે તેમની ખરાબ નજરો હવે તમારા ઝૂંપડા પર પડી ગઈ છે. આ દરમિયાન પાયલટે કહ્યું કે, 'કોંગ્રેસ પોતાના વચનો પૂર્ણ કરવા પોતાની જવાબદારી સમજે છે. તુ તુ મેં મેંની રાજનીતિ ખતમ કરીને, અમે રચનાત્મક રાજનીતિ કરીશું. જો કોંગ્રેસ જીતશે, તો અમે ખાસ કરીને યુથ પર ફોકસ કરીશું. અમારી સરકાર આવશે, તો દિલ્હીમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને એક વર્ષની અપ્રેન્ટિસશિપ હેઠળ 8500 રૂપિયા દર મહિને આપીશું. યુવાનોને આ દરમિયાન તેમની ફિલ્ડમાં પણ કામ અપાવીશું. દિલ્હીમાં નામ પોકારવાની રાજનીતિ જોવા મળી રહી છે અને લોકોને નવા વિકલ્પની જરૂર છે.' પાયલટે ઈન્ડિયા બ્લોકમાં ભંગાણ થવા પર કહ્યું કે, 'દરેક રાજ્યની પોતાની રાજનીતિ હોય છે. પંજાબમાં આપ અને કોંગ્રેસ બંને એક-બીજાની સામે લડ્યા હતા. ઈન્ડિયા બ્લોક મજબૂત છે. દરેક રાજ્ય એકમોની સ્થિતિ અળગ છે. લોકસભા ચૂંટણી વચ્ચે લોકશાહી બચાવવા માટે ઈન્ડિયા બ્લોક બનાવાયું હતું.'
Related Articles
'દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ', અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાયલટ એસોસિયેશનના આરોપ
'દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ', અ...
Jul 12, 2025
'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ કેન્દ્ર સરકારનું મોટું નિવેદન
'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ...
Jul 12, 2025
સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં 30% વધારાની શક્યતા
સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં...
Jul 12, 2025
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવાડિયે મુંબઈમાં પહેલા સો-રુમનું ઉદ્દઘાટન કરશે
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવ...
Jul 12, 2025
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથી મોટી મૂડી, 51000 યુવાઓને નિયુક્તિ પત્ર અપાયા
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથ...
Jul 12, 2025
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાંથી 6 લોકોને બહાર કઢાયા
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમા...
Jul 12, 2025
Trending NEWS

12 July, 2025

12 July, 2025

12 July, 2025
12 July, 2025
12 July, 2025
12 July, 2025
12 July, 2025

12 July, 2025

11 July, 2025

11 July, 2025