ગુજરાતમાં તાત્કાલિક નવા નાણાં પંચની રચના કરાશે, કેન્દ્રની ફટકાર બાદ જાગી રાજ્ય સરકાર
October 25, 2024
અમદાવાદ : ગુજરાતમાં પાછલા નાણાં પંચની મુદત વર્ષો પહેલાં વિતિ ગયા બાદ છેલ્લા 8 વર્ષથી નાણા પંચની રચના થઈ નથી. જેને લઈને કેન્દ્રીય નાણાં પંચ ગુજરાત સરકાર પર રોષે ભરાયું છે. કેન્દ્રીય નાણા પંચે તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. નાણા પંચની મુલાકાત દરમિયાન આ મુદ્દે ગુજરાતને ચેતવણી આપવામાં આવી છે. જ્યારબાદ રાજ્ય સરકાર તાત્કાલિક નાણાં પંચ રચવાની તૈયારી કરી રહી છે.
કેન્દ્રની 15મી નાણાં પંચે પોતાના રિપોર્ટમાં આ બાબતની ચેતવણી આપી છે અને ટકોર કરી છે કે જે રાજ્યોમાં નાણાં પંચની રચના નથી થઈ, તેઓએ વહેલી તકે આ માળખું ઊભું કરવું જોઈએ. નાણાપંચ ન હોવાના કારણે ગુજરાત સરકારનું નાણાં નિયમન ફક્ત સરકારી જાહેરાતોમાં અને સીધી ફાળવણીમાં થઈ રહ્યું છે.
નાણાં પંચ દ્વારા નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં નાણાં ફાળવવામાં આવે છે. પરંતુ નાણાં પંચના અભાવે રાજ્ય સરકારના વાર્ષિક અંદાજપત્રની કુલ ફાળવણીઓની 6 ટકા રકમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ફાળવી શકાતી નથી. નાણાં પંચની રચના ન થઈ હોવાથી રાજ્ય સરકાર દ્વારા વપરાશ કરાઈ રહ્યો છે, જેના કારણે સરકાર પર વધારાનો ખર્ચનો બોજો આવ્યો છે. બીજી તરફ ભંડોળ ન ફાળવાતા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નાણાંકીય સ્થિતિ કથળી ગઈ હતી. કેટલીક પાલિકાઓ અને પંચાયતો પોતાનું વીજબીલ પણ ભરી શકી ન હતી. જણાવી દઈએ કે, રાજ્ય સરકારે છેલ્લે જ નગરપાલિકાઓને 1 હજાર કરોડ રૂપિયાની સીધી ચૂકવણી કરી દીધી હતી. જો નાણાં પંચ હોય તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નિયમિત રીતે ચોક્કસ રકમ મળતી રહે છે. નાગરિક સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થાનિક વિકાસ માટેનું બજેટ નગરપાલિકાઓ અને પંચાયતો સુધી પહોંચાડવા માટે નાણાં પંચનું માળખું ખુબ જ મહત્ત્વપૂર્ણ છે.
Related Articles
નવસારીમાં માનવતા શર્મસાર... સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
નવસારીમાં માનવતા શર્મસાર... સાવકા પિતાએ...
Mar 25, 2026
વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો, અફવાઓથી ન ગભરાવા લાઉડ સ્પીકર દ્વારા કરાઈ અપીલ
વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો,...
Mar 24, 2026
ગાંધીનગર મહા નગરપાલિકામાં ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા
ગાંધીનગર મહા નગરપાલિકામાં ઇન્ચાર્જ આસિસ્...
Mar 20, 2026
હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, CSC સંચાલક સહિત 2ની ધરપકડ
હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર...
Mar 20, 2026
ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવઠું, સૌથી વધુ બગસરામાં 1.61 ઇંચ
ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવ...
Mar 20, 2026
સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત
સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વ...
Mar 19, 2026
Trending NEWS
25 March, 2026
25 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026