વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો, અફવાઓથી ન ગભરાવા લાઉડ સ્પીકર દ્વારા કરાઈ અપીલ
March 24, 2026
વડોદરા : વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકથી પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. આ અફવાઓને કારણે વડોદરાના લગભગ તમામ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થિતિ વધુ ન વકરે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા પોલીસ હવે એક્શન મોડમાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મંગળવારે (24મી માર્ચ) સવારથી જ વડોદરા શહેરના મુખ્ય પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે, 'શહેરમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, કૃપા કરીને અફવાઓથી પેનિક ન થાઓ અને જરૂરિયાત મુજબ જ પેટ્રોલ પુરાવો.'
અચાનક પેટ્રોલ પંપો પર ઘસારો વધતા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. લોકોમાં એવો ડર પેઠો છે કે જો અત્યારે પેટ્રોલ નહીં ભરાવીએ તો આગામી દિવસોમાં વાહન વ્યવહાર ઠપ થઈ જશે. જોકે, વહીવટી તંત્ર અને ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે સપ્લાય ચેઈન ચાલુ છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026