નવસારીમાં માનવતા શર્મસાર... સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
March 25, 2026
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેણે માનવતાને ફરી એકવાર શરમાવી દીધી છે. એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ બે સગીર દીકરીઓ પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેમને ગર્ભવતી બનાવી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. રક્ષક જ ભક્ષક બનતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ નરાધમ પિતાના પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. પરિવાર તેને સારવાર માટે કુકેરી પી.એચ.સી. સેન્ટર લઈ ગયા હતા. જ્યાં તબીબોને શંકા જતાં સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. રિપોર્ટમાં સામે આવ્યું કે, સગીરાને 5 માસનો ગર્ભ છે. આ જાણીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
જ્યારે માતાએ નાની દીકરીની આકરી પૂછપરછ કરી, ત્યારે તેણે રડતા રડતા તેના સાવકા પિતા અનિલ અમૃતભાઈ રાઠોડની કરતૂતો વર્ણવી હતી. આટલું ઓછું હોય તેમ, મોટી દીકરીની તપાસ કરાવતા તે પણ 2 માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી પિતા બંને દીકરીઓને જંગલમાં લાકડા લેવા જવાના બહાને અથવા રાત્રે પરિવારના ઊંઘી ગયા બાદ પોતાની હવસનો શિકાર બનાવતો હતો.
માસૂમ દીકરીઓ લાંબા સમયથી આ નરક જેવી પીડા સહન કરી રહી હતી કારણ કે પિતા તેમને સતત ધમકાવતો હતો. તે કહેતો હતો કે, "જો તમે આ વાત કોઈને કહેશો, તો હું તમને અને તમારી મમ્મીને જમવાનું આપીશ નહીં અને ભૂખ્યા રાખીશ." જમવાનું નહીં મળે તેવા ડરથી દીકરીઓ આ અત્યાચાર મૂંગા મોઢે સહન કરતી રહી.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026