સુદાનમાં હુમલાખોરોએ 200 લોકોને ઘેરીને ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા
November 02, 2025
હુમલાખોરો પૈકી એક ઈસ્માઈલને ઓળખતો હોવાથી તેને બક્ષી દીધો, RSFએ આરોપોને નકાર્યા
સુદાન- સુદાનના શહેર અલ-ફશીર નજીક અમુક હુમલાખોરોએ આશરે 200 લોકોને ઘેરી અંધાધૂધ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા છે. સુદાનમાં ઊંટ પર આવેલા અમુક હુમલાખોરોએ જાહેરમાં મોટી સંખ્યામાં નરસંહાર કર્યો હતો. પ્રત્યક્ષદર્શી અલખૈર ઈસ્માઈલ અનુસાર, હુમલાખોરોએ વંશવાદ કરતાં અપશબ્દો કહ્યા હતાં અને બાદમાં ગોળીથી વીંધી નાખ્યા હતાં. હુમલાખોરો પૈકી એક ઈસ્માઈલને ઓળખતો હોવાથી તેને બક્ષી દીધો હતો. ઈસ્માઈલે હુમલાખોરોને આજીજી કરી હતી કે, આ લોકોને ન મારશો, પણ તેમણે તેના મિત્રો સહિત અન્ય તમામને ગોળીથી વીંધી નાખ્યા. ઈસ્માઇલ શહેરમાં ફસાયેલા લોકો માટે ભોજન લઈ જતાં લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ-ફાશીરથી ભાગી રહેલા લોકોને નજીકના ગામોમાં રોકવામાં આવ્યા હતા. પુરૂષ અને મહિલાને અલગ કરવામાં આવ્યા અને તેમને ત્યાંથી લઈ જવામાં આવ્યા, બાદમાં ગોળીબારનો અવાજ સંભાળ્યો છે. માનવ અધિકાર કાર્યકરો અને વિશ્લેષકોએ પહેલાથી જ ચેતવણી આપી હતી કે જો અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) એ અલ-ફાશીર પર કબજો કર્યો તો વંશીય-આધાર પર બદલો લેવાના ઉદ્દેશ સાથે નરસંહાર થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયે શુક્રવારે જણાવ્યું હતું કે સેંકડો નિર્દોષ લોકો અને નિઃશસ્ત્ર લડવૈયાઓ માર્યા ગયા છે.
જોકે, RSFએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે વિપક્ષ દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે. RSFની જીતને દારફુર ક્ષેત્રમાં અઢી વર્ષ લાંબા ગૃહયુદ્ધમાં એક મુખ્ય વળાંક માનવામાં આવે છે. મીડિયાએ સોશિયલ મીડિયા પર ઓછામાં ઓછા ત્રણ વીડિયોની ચકાસણી કરી છે જેમાં RSF યુનિફોર્મ પહેરેલા લોકો નિઃશસ્ત્ર કેદીઓને ગોળીબાર કરતાં દેખાયા છે, અને ગોળીબાર પછી ડઝનેક વધુ મૃતદેહો પણ જોવા મળ્યા છે.
RSFના એક વરિષ્ઠ કમાન્ડરે કહ્યું કે મીડિયા આને વધારી-ચડાવી રજૂ કરી રહ્યું છે અને સેના તેની હાર છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. RSF લીડરશીપે કોઈપણ ઉલ્લંઘનની તપાસનો આદેશ આપ્યો છે અને કેટલાક લોકોની ધરપકડ કરી છે કેટલાક સૈનિકો અને લડવૈયાઓ નાગરિક તરીકે છટકી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમને પકડી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. મીડિયાના દાવા મુજબ કોઈ હત્યા થઈ નથી.
આંતરરાષ્ટ્રીય મેડિકલ એસોસિએશન મેડેસિન્સ સેન્સ ફ્રન્ટીઅર્સ (MSF) એ જણાવ્યું હતું કે પ્રત્યક્ષદર્શીઓએ અહેવાલ આપ્યો હતો કે 26 ઓક્ટોબરના રોજ, સુદાનની સેના અને તેના સાથી જૂથોના આશરે 500 નાગરિકો અને સૈનિકો ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ મોટાભાગના RSF અને તેના સાથીઓ દ્વારા માર્યા ગયા હતા અથવા પકડી પાડવામાં આવ્યા હતા.
Related Articles
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ્રી, પુતિન-ઝેલેન્સ્કીને ફોન કરી આપી મોટી ઓફર
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ...
Jul 05, 2026
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન અંગે દાવ
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ...
Jul 03, 2026
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજને કારણે 46 ડિગ્રી તાપમાનનો અનુભવ, 6 કરોડ લોકો માટે એલર્ટ જાહેર
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજ...
Jul 01, 2026
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4 કંપની સામેથી પ્રતિબંધ ઊઠાવ્યા
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4...
Jul 01, 2026
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવા દક્ષિણ કોરિયાનું 576 અબજ ડોલરનું જંગી રોકાણ
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્ર...
Jun 30, 2026
Trending NEWS
04 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
02 July, 2026
02 July, 2026