Breaking News :

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ શકે જાહેર, આખરી મતદાર યાદીની તારીખ આવી સામે

March 30, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા છે. જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળની સંસ્થાઓની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ બાબતે તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે(29 માર્ચ) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહિતી આપી છે. જેમાં જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે આખરી મતદાર યાદી 1 એપ્રિલ, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. આગામી થોડા દિવસોમાં આખરી મતદાર યાદી જાહેર થવાની છે, ત્યારે ટૂંક સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પડી શકે છે.