મનપા અને નપાના પરિણામ : સુરતમાં 5 વર્ષે કોંગ્રેસનું ખાતું ખુલ્યું, ગુજરાતમાં સપાની એન્ટ્રી
April 28, 2026
- 5 વર્ષ બાદ સુરતમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે. અહીં વૉર્ડ નંબર 12ની બેઠક પર અરશદ ઝરીવાલાનો વિજય થયો છે.
- વાપી મનપામાં આપ-કોંગ્રેસને ઝટકો, અપક્ષની પેનલ જીતી
- વાપીથી આપ અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં એક અપક્ષની પેનલ પણ જીતી ગઈ છે.
- અમદાવાદ જિલ્લાની રાજકીય રીતે અત્યંત મહત્વની એવી વિરમગામ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી હાંસલ કરી લીધી છે. 36 બેઠકો ધરાવતી આ પાલિકામાં ભાજપે મેજિક ફિગર એટલે કે 19 બેઠકોનો આંકડો પાર કરી લેતા સત્તામાં વાપસી નિશ્ચિત બની છે. વિરમગામમાં મતગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપની રણનીતિ સફળ રહી હતી, જેમાં 13 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. ભાજપે વધુ 6 બેઠકો પર વિજય મેળવીને કુલ 19 બેઠકોનો આંકડો સ્પર્શી લીધો છે.
- કોંગ્રેસનું ગઢ ગણાતી માળિયા મિયાણા નગરપાલિકામાં સમીકરણો બદલાયા છે. અહીં ભાજપે એન્ટ્રી મારી છે. વોર્ડ 1, 2,4 અને 6માં તો કોંગ્રેસનું વર્ચસ્વ હતું પણ વોર્ડ 5 માં 3 ભાજપ અને 1 કોંગ્રેસી ઉમેદવાર જીત્યા હતા.
- અમદાવાદના બાપુનગર વૉર્ડમાં પેનલ તૂટી કોંગ્રેસના બે ઉમેદવારો જીતતા બાપુનગરમાં પેનલ તૂટી હતી.
- સુરતના વોર્ડ નંબર 19ના મતદાન કેન્દ્રની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. કોંગ્રેસ નેતા અસલમ સાઈકલવાલાના પુત્રની હાર બાદ ભાજપના કાર્યકરોએ "પંચર.. પંચર.."ની બૂમો પાડી હતી, જેના કારણે મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી.
- ધોળકા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. 36 બેઠકો ધરાવતી આ નગરપાલિકામાં ભાજપે બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ચૂંટણીની મતગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપે 11 બેઠકો પર બિનહરીફ વિજય મેળવી લીધો હતો.
- બહુચરાજી નપાના વૉર્ડ 1 માં ભાજપની જીત
- નવસારી મનપાના વૉર્ડ 9માં ભાજપનો વિજય
- અમદાવાદ મનપાના જોધપુર વૉર્ડમાં ભાજપ વિજયી
- ઈટાલિયાના ગઢ સમાન વિસાવદરમાં આપનો દબદબો
- અમદાવાદના ગોતા વૉર્ડમાં ભાજપને લીડ
- કલોલ નપામાં વૉર્ડ નંબર 1 અને 7માં ભાજપ વિજયી
- ગોંડલ નપાના વૉર્ડ નંબર 2 માં ભાજપની જીત
- ધારી નપાના વૉર્ડ 1 માં આપનો સપાટો. અહીં ભાજપ એક તો આપ ત્રણ બેઠક જીત્યું.
- રાજકોટમાં વૉર્ડ 16માં કોંગ્રેસની પેનલ જીતી
- રાજકોટ મનપાના ઈતિહાસમાં સૌથી મોટું જંગલેશ્વર ડિમોલિશન બાદ ભાજપને નુકસાન થયું છે. અહીં વૉર્ડ 16માં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે.
- આણંદમાં બોરસદ નપાના વૉર્ડ 4માં ભાજપની જીત
- પાલનપુર નપાના વૉર્ડ 1 માં ભાજપની પેનલ જીતી
- અંકલેશ્વર નપાના વૉર્ડ 1માં ભાજપની પેનલ જીતી
- મહેસાણા નપાના વૉર્ડ 1 અને 6 માં ભાજપને લીડ
- તારાપુર નપાના વોર્ડ 1માં ભાજપની પેનલ જીતી
- લુણાવાડા નપાના વોર્ડ નંબર 5માં ભાજપની જીત
- વલસાડ મનપાના વૉર્ડ નંબર 1,5,9 માં ભાજપની જીત
- કેશોદ નપાના વૉર્ડ 1માં ભાજપની જીત
- સુરતમાં મનપાના વૉર્ડ 14માં બે બેઠક પર આપ આગળ
- પોરબંદરમાં મનપાના વૉર્ડ નંબર 9માં ભાજપની જીત
- વડોદરા મનપાના વૉર્ડ 6માં કોંગ્રેસની પેનલને લીડ
- છોટા ઉદેપુરમાં શહેરા નપાના વૉર્ડ 2 માં ભાજપની જીત
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026