શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તિનું ઘોડાપૂર, પાલખીયાત્રા અને વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન
August 17, 2026
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના શુભ અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે શિવભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આજના પવિત્ર દિવસે વહેલી સવારે 4.00 વાગ્યે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા, કે તુરંત જ સમગ્ર પરિસર હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ હજારો શિવભક્તો લાઈનમાં ઊભા રહીને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા.
આજના પવિત્ર દિવસે સોમનાથ મંદિર ખાતે મહાદેવની ભવ્ય પાલખી યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જે વાતાવરણને વધારે શિવમય બનાવી રહ્યું હતું. ભક્તો ધાર્મિક વિધિઓનો લાભ લઈ શકે તે માટે મંદિરના વિશાળ સંકીર્તન હોલમાં ધ્વજાપૂજા અને વિશેષ પૂજા-અર્ચનાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તો મોટી સંખ્યામાં દેશ-વિદેશથી સોમનાથ પહોંચ્યા હતા. ભક્તોને દર્શન કરવામાં કોઈ અગવડતા ન પડે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શન વ્યવસ્થાને વધારે સુચારુ બનાવવા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ભક્તો કતારમાં ઊભા રહીને શાંતિપૂર્વક દર્શન કરી શકે.
મહાદેવને પ્રિય એવા શ્રાવણ માસને લઈને ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. દર સોમવાર અને તહેવારોને ધ્યાને રાખીને મંદિરના કપાટ 4 વાગ્યે ખોલવામાં આવશે. શ્રાવણરૂપી શિવ મહાઉત્સવનો 13 ઓગસ્ટથી ભવ્ય પ્રારંભ થયો હતો અને 30 દિવસીય ઉત્સવની પૂર્ણાહૂતિ 11 સપ્ટેમ્બરે શ્રાવણ વદ અમાસના રોજ થશે. આગામી 4 સોમવાર, રક્ષાબંધન, અગિયારસ, સાતમ આઠમ, શિવરાત્રિ અને જન્માષ્ટમી જેવા પર્વોમાં ભીડ ઉમટશે. સુરક્ષાને પ્રાધાન્ય આપીને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની આગેવાનીમાં ઝેડ પ્લસ સુરક્ષા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Related Articles
વલસાડના ધરમપુરમાં સાળી-બનેવીના ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા
વલસાડના ધરમપુરમાં સાળી-બનેવીના ફાંસો ખાધ...
Aug 17, 2026
સુરતના ડુમસમાં રાજહંસ બેલિઝા બિલ્ડિંગમાં પરમિટ વગર દારૂ પાર્ટી કરતાં 6 વેપારી પકડાયા, 10 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરતના ડુમસમાં રાજહંસ બેલિઝા બિલ્ડિંગમાં...
Aug 17, 2026
સુરતના ડુમસમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડો, 8 મહિલાઓ સહિત 20થી વધુ ઝડપાયા
સુરતના ડુમસમાં બર્થડે પાર્ટીમાં દારૂની મ...
Aug 15, 2026
ગિફ્ટ સિટીના રૂ. 1000 કરોડના કૌભાંડમાં મોટો વળાંક, ઉત્પલ પટેલ સામે રેડ કોર્નર નોટિસની તૈયારી
ગિફ્ટ સિટીના રૂ. 1000 કરોડના કૌભાંડમાં મ...
Aug 15, 2026
અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ
અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉ...
Aug 15, 2026
રાજ્યની 17 દીવાદાંડીઓ પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર
રાજ્યની 17 દીવાદાંડીઓ પ્રવાસીઓ માટે બનશે...
Aug 14, 2026
Trending NEWS
17 August, 2026
17 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026