Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર

July 28, 2025

પહલગામ આતંકી હુમલામાં સંડોવાયેલા આતંકવાદી સંગઠનના આતંકીઓ ઠાર થયા હોવાના અહેવાલ મળ્યા છે. શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં ટીઆરએફના ત્રણ આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. આ ત્રણેય આતંકવાદીઓ અથડામણમાં ઠાર થયા છે. જે પહલગામ આતંકી હુમલામાં સામેલ હોવાની આશંકા છે. જો કે, હજી સત્તાવાર ખાતરી થઈ નથી. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફનું આ સંયુક્ત ઓપરેશન હજી ચાલુ છે. આ ઓપરેશનને ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું છે. લિડવાસ વિસ્તારમાં હજુ વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. દાછીગામ જંગલના ઉપલા ભાગમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ક્ષેત્ર શ્રીનગરને ત્રાલ સાથએ જોડે છે. જેે શ્રીનગરનો બાહ્ય વિસ્તાર છે. સુરક્ષાદળોએ સ્થાનિકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. પહલગામ આતંકી હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)એ લીધી હતી. લશ્કર-એ-તૈયબાના આ આતંકી જૂથના અમુક આતંકવાદીઓનું દાછીગામ નેશનલ પાર્ક મુખ્ય ઠેકાણું ગણાય છે. જ્યાં સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે  ઓપરેશન મહાદેવ હાથ ધર્યું છે. કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ બૈસરન ખીણ પર ટીઆરએફના આતંકવાદીઓએ ધર્મ પૂછી 26 નિર્દોષોની હત્યા કરી હતી. ત્યારબાદથી ભારત અને આતંકવાદીઓને આશરો આપી રહેલા પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો.  ભારતીય સેનાની ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી. 'ઓપરેશન મહાદેવ' આજે સવારે 11 વાગ્યે શરૂ થયુ હતું. સર્વેલન્સ માટે ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ આતંકવાદી જૂથના વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા સાથે મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.