ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન 'પીક' પર રહેશે
April 03, 2026
જો તમને લાગતું હતું કે માર્ચની વિદાય સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જશે, તો તમારી ચૂક છે, કુદરતે એપ્રિલ માટે કંઈક અલગ જ પ્લાન બનાવી રાખ્યો છે. ઉત્તર ભારત ફરી એકવાર હવામાનના મોટા અને પડકારજનક ફેરફાર માટે તૈયાર થઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપવા જઈ રહ્યું છે, જે 3 થી 5 એપ્રિલ 2026 વચ્ચે અનેક રાજ્યોમાં ભારે વરસાદ, બરફવર્ષા અને કરા લાવશે.
ચાલુ સપ્તાહથી જ હવામાનનો મિજાજ બદલાવાનું શરૂ થઈ જશે. મેદાની વિસ્તારોમાં પવન સુસવાટા સાથે વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત-રાજસ્થાન સરહદ પાસેથી પસાર થશે અને ઉત્તર-પશ્ચિમ ભારતને પાર કરતી વખતે વધુ શક્તિશાળી બનશે.
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ભારે વરસાદની સાથે પહાડો પર બરફવર્ષાનો દોર ફરી શરૂ થઈ શકે છે. મેદાની વિસ્તારોની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-NCRમાં ભયંકર ગાજવીજ અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીઓ સાથે વંટોળની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પણ ખરાબ હવામાનનું જોખમ છે. ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી શકે છે.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026