Breaking News :
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

સમાજના આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં',- જયેશ રાદડિયાનો બળાપો

October 26, 2025

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પાટીદાર સેવા સમાજ દ્વારા ખાનપુર 42 લેઉવા પાટીદાર સમાજ સ્નેહમિલન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જયેશ રાદડિયાએ કહ્યું કે, 'સમાજના આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં...'
મહીસાગરમાં આયોજિત પાટિદાર સમાજમાં જયેશ રાદડિયાએ કહ્યું કે, 'સમાજને એક થવા અને સંગઠિત થવા હાકલ કરવી ન પડે. સૌથી મોટી કમનસીબી છે કે, આવડા મોટા સમાજને આટલા વર્ષો બાદ પણ બીજા સરદાર નથી મળ્યા. આગામી સમયમાં જ્યાં પણ જરૂર જણાશે ત્યાં હું સમાજ સાથે રહીશ.'તેમણે વધુમાં જણાવ્યું કે, 'સમાજના લોકોને જરૂર પડે ત્યાં મદદરૂપ થાય, અત્યારે તો જેવો કોઈ આગેવાન આગળ આવે તો એના પગ ખેંચીને પાડે. ગુજરાતના પાટિદારો એક થાય તે માટે દરેક આગેવાનોએ પ્રયાસ કર્યા છે.'