અમદાવાદમાં વરસાદે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો, બોપલમાં 20 ઇંચ વરસાદ
July 25, 2026
અમદાવાદમાં સતત બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બોપલ વિસ્તારમાં ઐતિહાસિક 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના વિસ્તારો અને ઘુમાથી મણિપુરને જોડતા માર્ગ આસપાસના ખેતરો જળમગ્ન બન્યા છે, જ્યારે સંસ્કારધામ પાછળ આવેલ AUDAનું નવનિર્મિત તળાવ પણ છલકાઈ ગયું છે.
અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર અને સ્થાનિક લોકોની અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે. સતત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે કચ્છ, ખેડા, વડોદરા અને ભરૂચ જિલ્લામાં કલાકના 15 મિમી સુધીના ભારે વરસાદ, 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દાદરા અને નગર હવેલી તેમજ વલસાડ જિલ્લામાં પણ છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026